અજાણ્યા વાહનની ટક્કરથી નટરાજ ફાટકના કટકા થઈ ગયા

- text


ગતરાત્રે ટ્રેન નીકળવાના સમયે બનેલી ઘટના, ઇમરજન્સી ફાટક લગાડીને ટ્રેનને રવાના કરાઈ, એક બાજુનો રસ્તો બંધ કરાતા થોડીવાર માટે ટ્રાફિકજામ

મોરબી : મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકે ગતરાત્રે ટ્રેન નીકળવા સમયે કોઈ અજાણ્યા વાહનની ઠોકરે આ ફાટક તૂટી ગયું હતું અને ફાટકના કટકા થઈ ગયા હતા. આથી થોડીવાર માટે ટ્રેન રોકી દીધા બાદ ઇમરજન્સી ફાટક લગાડીને ટ્રેનને રવાના કરાઈ હતી.આ દરમિયાન એક બાજુનો રસ્તો બંધ કરાતા થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ નટરાજ ફાટકે ગતરાત્રે 9 વાગ્યાની આસપાસ એક ટ્રેન પસાર થવાની હોવાથી આ ફાટક બંધ કરવામાં આવી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી નટરાજ ફાટક તૂટી ગયું હતું.આથી સાવચેતીના ભાગરૂપે ટ્રેનને ત્યાંજ અટકાવી દેવાય હતી.બાદમાં ઇમરજન્સી ફાટક લગાડીને ટ્રેન પસાર કરવામાં આવી હતી.જો કે આ દરમિયાન ફાટકનો એકબાજુનો રસ્તો બંધ કરાતા થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો.બાદમાં તંત્ર દ્વારા ફાટકનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text