મોરબીમાં બંદૂકની અણીએ લૂંટ પ્રકરણમાં વધુ એક આરોપી ગિરફ્તાર

- text


અગાઉ બે આરોપીઓને પકડી દીધા બાદ લૂંટમાં વપરાયેલા બાઈકના માલિકને પણ દબોચી લેવાયો

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર થોડા દિવસો પહેલા બે શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી સરાજાહેર બંદૂકના નાળચે લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા બાદ મોરબી પોલીસની વિવિધ ટીમોએ સઘન તપાસ ચલાવી બન્ને આરોપીઓને દિલ્હીથી ઝડપી લીધા હતા.ત્યારે આ બન્ને મુખ્ય આરોપીઓને બાઇકની મદદ કરવા સબબ અન્ય એક આરોપીને પણ એ ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે.

મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોક નજીક લીલાલહેર પાસે થોડા દિવસો પહેલા ભરબપોરે ધોળે દહાડે નંબરપ્લેટ વગરના મોટર સાયકલ ઉપર ઘસી આવેલા બે શખસોએ રોકડ લઈને જઈ રહેલા વસંતભાઈ ગંગારામભાઈ બાવરવા નામના આંગડિયા પેઢીના કર્મચારીને આંતરી બંદૂકના નાળચે લૂંટ ચલાવી હતી.

- text

આથી ફરાર થયેલા બંને આરોપીઓને ઝડપી લેવા મોરબી પોલીસની વિવિધ ટીમોએ સઘન તપાસ ચાલવી હરિદ્રાર અસ્થિ વિસર્જન માટે ગયેલા બન્ને આરોપીઓ જયદીપ ઉર્ફે લાલો ઉર્ફે શક્તિ નાનજીભાઈ પટેલ અને સંદીપ ઉર્ફે સેન્ડી શ્યામ બહાદુરસિંગ રાજપૂતને દિલ્હીથી સ્થાનિક પોલીસની મદદથી ઝડપી લીધા હતા. આ બન્ને આરોપીઓ હાલ તા.12 સુધીના પોલીસ રિમાન્ડ હેઠળ છે. ત્યારે રિમાન્ડ દરમિયાન મળેલી હકીકતના આધારે પોલીસે અન્ય આરોપી વિરમભાઈ રતાભાઈ તલસાણીયાને ઝડપી લીધો હતો.આ શખ્સે મુખ્ય બન્ને આરોપીઓને લૂંટ કરવામાં પોતાનું બાઈક આપ્યું હતું. આથી મદદગારીના ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text