મોરબીમાં આઈપીએલનો સટ્ટો રમતા બે ઝડપાયા

- text


માઝા એપ્લિકેશન ઉપર સટ્ટાનું નેટવર્ક બહાર આવ્યું : એકનું નામ ખુલ્યું

મોરબી : આઈપીએલની ક્રિકેટ સિઝન શરૂ થતાં જ મોરબીમાં બુકીઓ મેદાને આવ્યા છે. આથી બુકીઓને ઝેર કરવા પોલીસ પણ હરકતમાં આવી છે.જેમાં ગઈકાલે મોરબીમાં આઈપીએલ મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.જ્યારે એકનું નામ ખુલતા તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબીના કુબેરનાથ રોડ મેમણ શેરીના નાકા પાસે દરોડો પાડી ત્યાં ક્રિકેટ માઝા-11 એપ્લીકેશનમા લાઇવ મેચ નિહાળી ચેન્નેઇ સુપર કિંગ અને પંજાબ કિંગ્સ IPL 20-20 ક્રિકેટ મેચ ઉપર રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા આરોપીઓ નદિમ અબુભાઇ સેતા (ઉ.વ.-૪૧ રહે-મોરબી ખાટકી વાસ ફુલગલી) અને યાસીનભાઇ રજાકભાઇ બકાલી (ઉ.વ.-૩૩ રહે-મોરબી કુબેરનાથ રોડ મેમણ શેરી ના નાકા પાસે) ને કુલ રૂ.૭૧૫૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે આ ક્રિકેટના સટ્ટામાં એજાજ ઉર્ફે દેદો મતવાનું નામ ખુલતા તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text