સરગવાની વાનગી આરોગો અને કુપોષણ ભગાવો : મોરબીમાં નિદર્શન

- text


મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સરગવાની વાનગીની ઉપયોગીતાની આગણવડી બહેનોને સમજણ અપાઈ

મોરબી : મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા કુપોષણને દૂર કરવા સરગવાની વાનગી બનાવવાનું સચોટ નિર્દર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સરગવાની વાનગીની ઉપયોગીતાની આગણવડી બહેનોને સમજણ આપી બાળકોને કુપોષણથી દુર રાખવા માટે આ વાનગીનો ઉપયોગ કરવાની માહિતી આપી હતી.

મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા તાજેતરમાં એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સરગવાના પાનને વિવિધ વાનગીમાં ઉપયોગ કરીને ખોરાક લેવામાં આવે તો કુપોષણ દૂર કરી શકાય છે. આ સરગવો 300 જેટલા રોગમાં ઉપયોગી છે. સરગવાના પાનમાં દૂધ કરતા 14 ગણો વધારે કેલ્શિયમ તથા પાલક કરતાં 9 ગણો વધારે આર્યન હોય છે અને તેમાં ઘણું બધું પોષક તત્વો હોવાથી તેનો ઉપયોગ મહિલાઓ તથા બાળકો કરે તો શરીરના પોષણ માં મદદરૂપ થાય છે.

આ પ્રોજેક્ટમાં આ ક્લબ મેમ્બર પ્રજ્ઞાબેન ગોસ્વામીએ સરગવાના પાનમાંથી સુખડી, સરગવાના થેપલા તેમજ સરગવાના મુઠીયા જેવી વાનગી પોતાના ઘરે બનાવીને આંગણવાડીના બહેનોને તેમજ ક્લબના હાજર રહેલા મેમ્બરોને ટેસ્ટ કરાવી તેમની સમજણ પૂરી પાડી હતી. સરગવો બધી જગ્યાએ મળે છે અને સહેલાઇથી મળી શકે છે કોઈપણ જાતના ખર્ચ વગર તમે શરીરની તંદુરસ્તી વધારવા માટે ઉપયોગ કરી શકો છો.

- text

આ પ્રોજેક્ટને સફળ બનાવવા ક્લબ પ્રમુખ પ્રીતિ બેન દેસાઈ સેક્રેટરી મયુરીબેન કોટેચા, વાઇસ પ્રેસિડન્ટ રંજનબેન સારડા, ટ્રેઝરર પુનિતાબેન છાયા, પ્રજ્ઞાબેન ગોસ્વામી, મનિષાબેન ગણાત્રા, ચેતનાબેન પાંચાલ, નિશાબેન, રેખાબેન મોર તથા અન્ય સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text