મોરબી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી સંદર્ભે મતદાન મથકની નજીકના વિસ્તારમાં પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ

- text


મોરબી : મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછાર દ્વારા ૨૬-ત્રાજપર-૨ અને હળવદ તાલુકાની ૧૬-રણછોડગઢ તાલુકા પંચાયત મત વિસ્તાર ખાલી પડેલ બેઠકની પેટાચૂંટણી ધ્યાને લઇ ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ -૧૪૪ થી મળેલ સત્તાની રૂએ મતદાનના દિવસે મતદાન મથકમાં તેમજ મતદાન મથક નજીક પ્રચાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

- text

આ અંગે પ્રસિધ્ધ થયેલ જાહેરનામા પ્રમાણે મતદાન મથકમાં તેમજ મતદાન મથક નજીક મત માટે પ્રચાર કરવો, મતદારોને ધાક ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા, કોઈ મતદારોને મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી, અમુક ઉમેદવારોને મત ન આપવા માટે મતદારોને સમજાવવા, ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવી, સેલ્યુલર, મોબાઈલ ફોન, કોડલેસ ફોન, વાયરલેસ સેટ કે અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા, વાહનો સાથે ૧૦૦ મીટરની હદમાં પ્રવેશ કરવો, મતદાર મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યક્તિ સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવો જેવા કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text