અમે બનાવીશું વડાપ્રધાનના જન્મ દિવસને યાદગાર : મોરબી દુધ સંઘ દ્વારા વૃક્ષારોપણ કરાયું

- text


ધારાસભ્ય, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ, દૂધ સંઘના એમ.ડી, ડિરેક્ટરો અને પશુપાલકો હાજર રહ્યા

હળવદ : આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે મોરબી મહિલા દૂધ સંઘ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન હળવદ દૂધ શીત કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય અગ્રણીઓ, દૂધ સંઘના હોદ્દેદારો, કર્મચારીઓ અને દૂધ સંઘ સાથે જોડાયેલા પશુપાલકોની હાજરીમાં એક હજારથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા. સાથે જ જિલ્લા દૂધ સંઘ સાથે જોડાયેલી દરેક દૂધ મંડળીઓને પણ રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

- text

દૂધ સંઘના ચેરમેન હંસાબેન મગનભાઇ વડાવીયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતીભાઇ કવાડીયા, જીલ્લા દૂધ સંઘના એમડી ગૌરવભાઈ શર્મા, રજીસ્ટાર ધર્મેન્દ્રભાઈ ગઢવી, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, પાલિકા પ્રમુખ રમેશભાઈ પારેજીયા, તાલુકા પંચાયત પ્રમુખ બકુબેન નારૂભાઈ પઢીયાર, જશુભાઈ પટેલ, જીલ્લા ભાજપ મહામંત્રી રણછોડભાઈ દલવાડી, તાલુકા ભાજપ પ્રમુખ વાશુદેવભાઈ સીણોજીયા, મહામંત્રી નરેન્દ્રસિંહ રાણા, વિનુભાઈ વામજા, શીક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઇ સોનગ્રા, જીલ્લા પંચાયતના સદસ્ય મેરાભાઈ વિઠ્ઠલાપરા, સુખુભા ઝાલા, રજનિભાઈ સંઘાણી, ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઘનશ્યામભાઈ ગોહિલ, વલ્લભભાઈ પટેલ, અજયભાઈ રાવલ, દિનેશભાઇ રબારી, હેમુભાઈ કરોત્રા, નયનમામા સહિતનાઓ તેમજ દુધ મંડળના પ્રમુખ-મંત્રીઓ અને પશુપાલકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા દૂધ સંઘના રજનીભાઈ પટેલ, ભુપતભાઈ તેમજ હળવદ દૂધ શીત કેન્દ્રના કર્મચારીઓએ ભારે જહેમત ઊઠાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text