વાંકાનેરના કોઠી ગામમાં આજે કોવીડ વેક્સિનેસન મહાઅભિયાન

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં આજે કોવીડ વેક્સિન મહાઅભિયાન અંતર્ગત રાતના 9 વાગ્યા સુધી વેક્સિનની કામગીરી ચાલુ રહેશે.

આજ રોજ તા. 17ના પી.એચ.સી. કોઠી તાલુકો વાંકાનેરના તમામ વિસ્તારમાં કોરોના વેકસીન મહાઅભિયાનનું (વેકસીન મેગા ડ્રાઇવ) આયોજન કરવામા આવેલ છે. તેમજ પી.એચ.સી. હેઠળના તમામ ગામ ખાતે કોરોના વેકસીન મહાઅભિયાનની કામગીરી આજે સવારે 8 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. આ અંગે માઇક પ્રચાર કરવામાં આવેલ અને લોકોને જાગ્રત કરવામા આવેલ હતા. કોવીડ વેકસીનેશન 100% થાય અને લોકો કોરોના રોગથી સુરક્ષિત બને.

- text

આ ઉપરાંત, કોઠી ગામમા રામદેવપીરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામા આવેલ હતો. જેમાં પણ કોવીડ વેકસીન સેશન આજે સવારના 8 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનુ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગ્રામસભામાં વેકસીન અંગે આઇ.ઇ.સી. કરી લોકોને જાગૃત કરવામાં આવે છે. તેમજ ગ્રામસભા પણ વેકસીન સેશનનું આયોજન કરી લોકોને વધુમાં વધુ વેકસીન લઇ શકે તેવું આયોજન કરવામાં આવે છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text