વડાપ્રધાનના જન્મદિને ટીકરમાં ઉજ્જવલા યોજના હેઠળ ગેસ – કીટનું વિતરણ કરાયું

- text


‘ગરીબોની બેલી સરકાર’ થીમ હેઠળ તાલુકા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું

હળવદ : રાજય સરકાર દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિને “ગરીબોની બેલી સરકાર” થીમ હેઠળ રાજયભરમાં કાર્યક્રમ યોજાયા હતા. જે અન્વયે હળવદ તાલુકાના ટીકર(રણ) ખાતે પણ પ્રધાનમંત્રી ઉજજવલા યોજના-૨.૦ સહિતના લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.

- text

આ કાર્યક્રમમાં 30 લાભાર્થીઓને ગેસ કનેક્શનની કીટ આપવામાં આવી હતી. તેમજ વ્યક્તિગત સોકપીટ અને સામૂહિક સોકપીટના લાભાર્થીઓને મંજૂરી પત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એસ.એમ. કાથડ, તાલુકા વિકાસ અધિકારી જે.એમ પારેખ, તાલુકા પંચાયત પ્રમુખ બકુબેન પઢીયાર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નીલેશભાઈ ગામી, અમિતભાઈ રાવલ સહિતના હાજર રહ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text