હળવદ તાલુકા પંચાયતની પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપમાં કુલ 10 દાવેદારો

- text


ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જામશે ત્રિપાંખીયો જંગ

હળવદ : હળવદ તાલુકા પંચાયતની રણછોડગઢ બેઠક પર યોજાનાર પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડવા ઇચ્છુક કુલ દસથી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે જો કે, બે દિવસમાં ત્રણેય પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી દેશે તેવું પણ જાણવા મળ્યું છે.

હળવદ તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પૈકીની રણછોડગઢ તાલુકા પંચાયતની બેઠક પરના મહિલા સદસ્યનું મૃત્યુ થતાં આ બેઠક ખાલી પડી હતી જેથી આ બેઠકની તાજેતરમાં પેટા ચૂંટણી જાહેર થઇ છે અને આગામી તારીખ ૧૮/૯ના રોજ આ બેઠક પર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે જ્યારે ૩/૧૦ના રોજ મતદાન છે. જેથી ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારો હાલ દાવેદારી કરી રહ્યા છે.

જેમાં હળવદ તાલુકા ભાજપ પ્રમુખ વાસુદેવભાઈ સીણોજીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ત્રણ જેટલા દાવેદારોએ આ બેઠક પર દાવેદારી નોંધાવી છે/ જોકે હજુ ફોર્મ ભરવાના ત્રણ દિવસની વાર હોય જેથી દાવેદારોની સંખ્યામાં વધારો થશે તેમ જણાવ્યું હતું.

- text

જ્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કે.એમ રાણાએ જણાવ્યું હતું કે, રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડવા ચાર મહિલાઓએ દાવેદારી નોંધાવી છે. જેથી સર્વ સંમતિથી ઉમેદવાર નક્કી કરવામાં આવશે.

સાથે જ આ વખતની રણછોડગઢ બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને છે. હળવદ તાલુકા આમ આદમી પાર્ટીના મહામંત્રી વિપુલભાઈ રબારીએ જણાવ્યું હતું કે “આપ”ના સિમ્બોલ પર આ બેઠક પર ચૂંટણી લડવા ત્રણથી વધુ દાવેદારોએ દાવેદારી કરી છે.

ક્યાં પક્ષમાંથી કોને કરી છે દાવેદારી ?

ભાજપ

(૧)દુર્ગાબેન મનસુખભાઇ સારલા(સરંભડા)

(૨)હર્ષાબેન મહેશભાઈ કોપેણીયા(રણછોડગઢ)

(૩)વસંતબેન ભરતભાઇ નંદેશરીયા(રાઈધ્રાં)

કોંગ્રેસ

(૧)કુસુમબેન પ્રેમજીભાઈ દઢૈયા(રણછોડગઢ)

(૨)મકુબેન કાળુભાઇ દઢૈયા(રણછોડગઢ)

(૩)લિલાબેન વજાભાઈ ડાભી(પાંડાતિરથ)

(૪)ભારતિબેન ગોપાલભાઈ દોરાલા(સરંભડા)

આપ

આમ આદમી પાર્ટીમાં ત્રણથી વધુ દાવેદારો હોવાનું અને અત્યારથી નામ ન જાહેર કરવાનું જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text