હળવદમાં ચાર કલાકમાં 3 ઈંચ, મોરબીમાં 3મીમી

- text


હળવદના બુટવડા ગામે વિજળી પડતા બે ગૌવંશ અને એક બગલાનું મોત

હળવદ : આજે વહેલી સવારથી જ હળવદ પંથકમાં મેઘરાજાનું તોફાની આગમન થયું હતું. સવારે છ વાગ્યાથી શરૂ થયેલા સાંબેલધારે વરસાદને કારણે હળવદ તાલુકામાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે મોરબીમાં સવારે 6 થી 10 દરમિયાન 3મીમી વરસાદ નોંધાયો હતો. નોંધનીય છે કે હળવદના બુટવડા ગામે વીજળી પડતા બે ગૌવંશ અને એક બગલાનું મૃત્યુ નીપજ્યું હતું.

આજે સવારથી મેઘરાજાએ હળવદ પંથકમાં ગાજવીજ સાથે સટાસટી બોલાવાનું શરૂ કરતાં સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન 23 મીમી અને આઠથી દસ વાગ્યા દરમિયાન વધુ 46મીમી સાથે ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

જ્યારે મોરબીમાં પણ વહેલી સવારથી મેઘાવી માહોલ વચ્ચે 10 વાગ્યા સુધીમાં ત્રણ મિલિમિટર વરસાદ નોંધાયો હતો. જ્યારે ટંકારા, વાંકાનેર અને માળીયા તાલુકામાં વરસાદ વરસ્યો ન હોવાનું ફ્લડ કંટ્રોલરૂમના આંકડા જણાવી રહ્યા છે.

- text

દરમિયાન હળવદ તાલુકામાં મેઘરાજાની તોફાની ઇનિંગ દરમિયાન બુટવડ ગામે આકાશી વીજળી ત્રાટકતા બે ગૌવંશ અને એક બગલાનું મૃત્યુ નિપજયા અહેવાલો સાંપડી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text