ખૂન કા બદલા ખુન.. મમુદાઢી હત્યા મામલે આરીફ મીર સહિત તેર સામે ગુનો દાખલ

- text


મૃતકના પુત્રની ફરિયાદને આધારે મોડી રાત્રે એ-ડિવિઝન પોલીસમાં ગુન્હો નોંધાયો

કાવતરા સહિતની કલમો લગાડાઈ

મોરબી : મોરબીમાં ગઇકાલે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં મોરબી કંડલા બાયપાસ ઉપર ભક્તિનગર સર્કલ નજીક ફોર્ચ્યુનર કારને આંતરી આરીફ મીર, ઇમરાન બોટલ સહિતના શખ્સોએ ધડાધડ ફાયરિંગ કરતા હનીફ ગુલામભાઈ કાસમાણી ઉર્ફે મમુદાઢીની હત્યા થઈ હતી. તેમજ બે લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. આ ઘટના અંગે પોલીસે કુલ તેર લોકો વિરુદ્ધ કાવતરું ઘડી હત્યા કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર આરોપી રફિકભાઈ સાથે મૃતક મમુ દાઢીને અગાઉ ઝઘડો થયેલ હોય અને બન્ને પક્ષે એક એક. વ્યક્તિની હત્યા થઈ હોય બદલો લેવાની ભાવના રાખી આરોપીઓએ એકબીજા સાથે મળી ગુન્હાહીત કાવતરૂ રચી પોતાનો ઇરાદો પાર પાડવા ગઇકાલે રાત્રે ભક્તિનગર ઓવર બ્રિજ પાસે બોલેરો કાર રસ્તા ઉપર રાખી દઈ મૃતક મામુદાઢીની ફોર્ચ્યુનર કારને આંતરી હતી અને સ્વીફટ ગાડીઓમાં જીવલેણ હથીયાર અગ્નીશસ્ત્ર હથીયાર, પીસ્તોલ, લોખંડના પાઇ૫-ધોકા લઈ આડેધડ ફાયરિંગ કરતા માથામાં ગોળી લાગવાથી મામુદાઢીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઇજાઓ પહોંચતા રાજકોટ સારવારમાં ખસેડાયા હતા.

- text

આ બનાવ અંગે મોડીરાત્રે મમુદાઢીનું પુત્ર મકબુલ મહમદ હુસેન કાસ્માણીએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રફીકભાઇ ૨જાકભાઇ માંડવીયા, ઇમરાન ઉર્ફે બોટલ હનીફભાઇ ચાનીયા, આરીફ ગુલામભાઇ મીર, ઇસ્માઇલભાઈ યારમામદ બ્લોચ, રીયાઝભાઇ ૨જાકભાઇ ડોસાણી, ઇરફાનભાઈ યારમામદ બ્લોચ, રમીજભાઈ હુસેનભાઇ ચાનીયા, મકસુદ ગફુરભાઇ સમા, એઝાજભાઈ આમદભાઈ ચાનીયા તથા ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી હત્યાને અંજામ આપી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text