સામાન્ય વરસાદમાં પણ આમરણનું બસ સ્ટેશન કીચડ અને પાણીમાં ગરકાવ

- text


પાણીના ભરાવાથી અને કિચડથી લોકોને ભારે હાલાકી

રજુઆત કરવા છતાં ધ્યાન ન અપાતા રોગચાળાની ભીતિ

મોરબી : મોરબીના આમરણ ગામે સામાન્ય વરસાદમાં પણ ગામના બસ સ્ટેન્ડની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં બસ સ્ટેન્ડમાં પાણી ભરાવાની સાથે ગારા કીચડનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. બસ સ્ટેન્ડમાં પાણી ભરાતા અને કિચડથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ બાબતે રજુઆત કરવા છતાં ધ્યાન ન આપતા રોગચાળાની ભીતિ સેવાઇ રહી છે.

મોરબીમાં આમ તો હજુ સામાન્ય વરસાદ જ પડ્યો છે. છતાં આટલા વરસાદમાં તંત્રના પાપે પરિસ્થિતિ ગંભીર બની છે. જેમાં મોરબીના આમરણ ગામે આવેલ બસ સ્ટેન્ડમાં સરોવરની માફક પાણી ભરાયા છે. આખુ બસ સ્ટેન્ડ પાણી-પાણી થઈ ગયું છે.

- text

એટલું જ નહીં બસ સ્ટેન્ડમાં ગારા કીચડનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. તેથી બસ સ્ટેન્ડમાં ઉભા રહેવાની પણ જગ્યા નથી. આ ઉપરાંત બસ સ્ટેન્ડમાં ભરેલા પાણી દુર્ગંધ મારતા હોય રોગચાળો ફેલાય તેવી ભીતિ છે. આ ગંભીર બાબતે અનેક રજુઆત કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાથી સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે ત્યારે રોગચાળો વકરે તે પહેલાં તંત્ર યોગ્ય કર્યાવહી કરે તેવી સ્થાનિક લોકોએ માંગ ઉઠાવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text