ડમ્પરના ઠાઠામાં ઘુસી જતા એસટીને અકસ્માત : સાત મુસાફર ઘાયલ

- text


છોટાઉદેપુર – નખત્રાણા રૂટની બસને માળિયાના હરીપર નજીક અકસ્માત નડ્યો

મોરબી : કચ્છ-મોરબી હાઇવે ઉપર હરીપર ગામના પાટિયા નજીક આગળ જઈ રહેલા ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ એસટી બસ ડમ્પરના ઠાઠામાં ઘુસી જતા સાત મુસાફરો ઘાયલ થયા હતા અને બસને નુકશાન પહોંચતા કન્ડકટર દ્વારા ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી કચ્છ નેશનલ હાઇવે રેલ્વે ઓવરબ્રીજ ઉપર હરીપરગામના પાટીયા પાસે છોટા ઉદેપુર-નખત્રાણા રૂટની બસ જઈ રહી હતી ત્યારે આગળ જઈ રહેલા અજાણ્યા ડમ્પર ચાલકે અચાનક બ્રેક મારતા બસ ડમ્પરના ઠાઠામાં ઘુસી ગઈ હતી. આ અકસ્માતમાં એસટી બસમાં મુસાફરી કરી રહેલા સાત મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત અંગે છોટા ઉદેપુર – નખત્રાણા રૂટની બસના કંડકટર ભીખાભાઇ રણછોડભાઇ વસાવા (રહેવાસી-ખંધાગામ, પો.સ્ટ-હાંડોદ, તા.કરજણ, જી.વડોદરા) એ એસટી બસના ડ્રાઇવર નટવરભાઇ ચંદુભાઇ રાઠવા (રહે. ડુંગરગામ, તા.કવાંટ, જી.છોટાઉદેપુર) વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text