MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદીના ભાવમાં પરસ્પર વિરૂદ્ધ વલણ, ક્રૂડ તેલમાં સીમિત ઘટાડો

- text


કપાસ, કોટન, મેન્થા તેલ સુધર્યાઃ રબર, સીપીઓમાં નરમાઈનો માહોલ

 બુલડેક્સ ફ્યુચર્સમાં 48 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 92 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 89,304 સોદાઓમાં કુલ રૂ.7,526.33 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં પરસ્પર વિરૂદ્ધ વલણ હતું. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.111 વધ્યો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.122 ઘટ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર ચાલ હતી.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસમાં સીમિત રેન્જમાં ઘટાડો વાયદાના ભાવમાં થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં ક્રૂડ પામતેલ (સીપીઓ)ના વાયદાઓમાં 20,680 ટનના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 61,610 ટનના સ્તરે પહોંચ્યો હતો. સીપીઓ અને રબરના વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો, જ્યારે કપાસ, કોટન અને મેન્થા તેલ સુધરી આવ્યા હતા. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 48 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 92 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 35,661 સોદાઓમાં કુલ રૂ.2,464.75 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,095ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,140 અને નીચામાં રૂ.47,035 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.111 વધી રૂ.47,102ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.60 વધી રૂ.37,929 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.4,714ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,299ના ભાવે ખૂલી, રૂ.251 વધી રૂ.47,299ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,250 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,250 અને નીચામાં રૂ.63,202 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.122 ઘટી રૂ.63,226 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.359 વધી રૂ.63,902 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.353 વધી રૂ.63,906 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 9,265 સોદાઓમાં રૂ.1,597.92 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.75 વધી રૂ.213.15 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.10 વધી રૂ.245ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1 ઘટી રૂ.711.05 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.3 ઘટી રૂ.1,439 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.182ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 23,175 સોદાઓમાં કુલ રૂ.1,602.98 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,117ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,140 અને નીચામાં રૂ.5,095 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.10 ઘટી રૂ.5,126 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1.20 ઘટી રૂ.339.50 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 1,502 સોદાઓમાં રૂ.260.14 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,413ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1413 અને નીચામાં રૂ.1413 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.14.50 વધી રૂ.1,413 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,900 અને નીચામાં રૂ.17,630 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.126 ઘટી રૂ.17,742ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

- text

સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,158.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1163.90 અને નીચામાં રૂ.1146 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.6.40 ઘટી રૂ.1148.10 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.40 વધી રૂ.957.10 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.120 વધી રૂ.25,570 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 6,732 સોદાઓમાં રૂ.1,362.82 કરોડનાં 2,892.865 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 28,929 સોદાઓમાં કુલ રૂ.1,101.93 કરોડનાં 173.267 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.162.38 કરોડનાં 7,630 ટન, જસતના વાયદાઓમાં રૂ.168.11 કરોડનાં 6,860 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.671.75 કરોડનાં 9,4200 ટન, નિકલના વાયદાઓમાં રૂ.484.30 કરોડનાં 3,370.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.111.38 કરોડનાં 6,140 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 7,512 સોદાઓમાં રૂ.554.67 કરોડનાં 10,84,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 15,663 સોદાઓમાં રૂ.1,048.31 કરોડનાં 3,08,60,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 1 સોદાઓમાં રૂ.0.03 કરોડનાં 4 ટન અને કોટનના વાયદાઓમાં 140 સોદાઓમાં રૂ.11.35 કરોડનાં 4450 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 249 સોદાઓમાં રૂ.11.49 કરોડનાં 120.24 ટન, રબરના વાયદાઓમાં 22 સોદાઓમાં રૂ.0.39 કરોડનાં 22 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,090 સોદાઓમાં રૂ.236.88 કરોડનાં 20,680 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,215.059 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 531.904 ટન, એલ્યુમિનિયમમાં 10,430 ટન, જસત વાયદામાં 5,770 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,502.500 ટન, નિકલ વાયદામાં 3,2160 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 8,515 ટન, ક્રૂડ તેલમાં 6,07,200 બેરલ અને નેચરલ ગેસમાં 2,69,85,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 176 ટન, કોટનમાં 46500 ગાંસડી, મેન્થા તેલમાં 478.44 ટન, રબરમાં 77 ટન, સીપીઓમાં 61,610 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં એમસીએક્સ પર 1,035 સોદાઓમાં રૂ.87.36 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 371 સોદાઓમાં રૂ.26.80 કરોડનાં 379 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 664 સોદાઓમાં રૂ.60.56 કરોડનાં 774 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,083 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 815 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 14,134ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,163 અને નીચામાં 14,115ના સ્તરને સ્પર્શી, 48 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 50 પોઈન્ટ વધી 14,159ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,601ના સ્તરે ખૂલી, 92 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 24 પોઈન્ટ વધી 15,636ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 18,666 સોદાઓમાં રૂ.1,513.18 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.169.18 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.10.98 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,333.02 કરોડનાં કામકાજ થયાં હતાં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text