મોરબી જિલ્લામાં કાલે શનિવારે 143 સ્થળોએ વેકસીનેશન, 17250 ડોઝ ફાળવાયા

- text


 

આજે જિલ્લામાં કુલ 9721 લોકોનું વેકસીનેશન કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે શનિવારે પણ મેગા વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના 143 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ વેકસીનેશન માટે 17250 ડોઝ ફાળવાયા છે.જ્યારે આજે મોરબી જિલ્લામાં કુલ 9721 લોકોનું વેકસીનેશન કરાયું હતું.

મોરબી જિલ્લામાં હવે વેકસીનેશન ખૂબ ઝડપી બનાવવાના આરોગ્ય તંત્ર દ્વારા સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. તેથી વેકસીનેશનની પ્રક્રિયામાં ઘણી જ ગતિ આવી છે.ખાસ કરીને હમણાંથી વધુ ડોઝ ફાળવતા હોવાથી સ્થળો પણ વધારી દેવામાં આવ્યા છે. જન્માષ્ટમી પછી વેકસીનેશનના ડોઝ ઘણા વધી જતાં વેકસીનેશનનું સ્તર ઘણું જ ઊંચું આવ્યું છે. હવે સ્થળો પણ ઘણા જ વધી ગયા છે. જેમાં આવતીકાલે મોરબી જિલ્લામાં વેકસીનેશન માટે કોવીશિલ્ડ અને કોવેકસીન મળીને કુલ 17250 ડોઝ ફાળવાયા છે.

- text

ડોઝ વધી ગયા હોવાથી મોરબી જિલ્લામાં આવતીકાલે 143 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આજે મોરબી જિલ્લામાં વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં મોરબી જિલ્લામાં 45 પ્લસમાં 2392 અને 18 પ્લસમાં 7313 અને ખાનગીમાં 16 મળીને કુલ 9721 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું છે. જો કે હવે વેકસીનેશનમાં વારો ન આવતો હોવાની કડાફૂટે પીછો છોડ્યો છે અને લોકોમાં પણ વેકસીનેશન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

- text