મોરબી જિલ્લામાં કાલે ગુરૂવાર માટે સૌથી વધુ 12,530 ડોઝ ફાળવાયા, 96 સ્થળે વેકસીનેશન

- text


આજે જિલ્લામાં 46 સ્થળોએ કુલ 4,490 લોકોનું વેકસીનેશન

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે વેકસીનેશન માટે અત્યાર સુધીમાં સૌથી વધુ 12530 ડોઝ ફાળવતા 96 સ્થળે વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આથી આવતીકાલે હાઈએસ્ટ વેકસીનેશન થાય તેવી શક્યતા છે. દરમિયાન આજે મોરબી જિલ્લામાં 46 સ્થળોએ 6440 ડોઝ વચ્ચે કુલ 4490 લોકોનું વેકસીનેશન થયું હતું.

- text

મોરબી જિલ્લામાં આજે 46 સ્થળોએ વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 46 સ્થળોએ વેકસીનેશન માટે કુલ 6440 ડોઝ ફાળવવામાં આવ્યા હતા. ત્યારે આજે દિવસના અંતે મોરબી જિલ્લામાં 45 પલ્સમાં 1273 અને 18 પલ્સમાં 3177 તેમજ ખાનગીમાં 40 મળી કુલ 4490 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જ્યારે ફરી ડોઝ ખૂબ જ વધારી દેવામાં આવ્યા છે. અત્યાર સુધી 6 હજાર ડોઝ હતા હવે એનાથી ડબલ કરી દેવામાં આવ્યા છે. જેમાં આવતીકાલે મોરબી જિલ્લામાં વેકસીનેશન માટે કોવીશિલ્ડના 11530 અને કોવેકસીનના 1000 ડોઝ ફાળવવામાં આવ્યા છે. ડોઝ વધતા સ્થળો પણ વધારી દેવામાં આવ્યા છે. જેમાં મોરબી જિલ્લામાં આવતીકાલે 96 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી વેકસીનેશન વધે એવી શક્યતા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text