MCX ડેઈલી રિપોર્ટ : બુલડેક્સ ફ્યુચર્સમાં 157 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 368 પોઈન્ટની મૂવમેન્ટ

- text


સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈનો માહોલ

કપાસ, મેન્થા તેલ, રબરમાં વૃદ્ધિઃ કોટનમાં સેંકડા ઘટ્યા

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 19 ઓગસ્ટને ગુરૂવારે મોહરમ નિમિત્તે પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ હતા. દરમિયાન, 18 ઓગસ્ટને બુધવારે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 3,73,671 સોદાઓમાં કુલ રૂ.27,917.85 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓગસ્ટ વાયદામાં 157 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 368 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. 

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,51,465 સોદાઓમાં કુલ રૂ.7,857.57 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,374ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,437 અને નીચામાં રૂ.47,026 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.148 ઘટી રૂ.47,132ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.103 ઘટી રૂ.37,867 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 ઘટી રૂ.4,677ના ભાવે બંધ થયો હતો.

સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,324ના ભાવે ખૂલી, રૂ.137 ઘટી રૂ.47,069ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.63,475 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,550 અને નીચામાં રૂ.62,200 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.743 ઘટી રૂ.62,483 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.729 ઘટી રૂ.62,766 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.740 ઘટી રૂ.62,764 બંધ થયો હતો. 

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ પર 37,185 સોદાઓમાં રૂ.6,666.35 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.25 ઘટી રૂ.207.20 અને જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.45 ઘટી રૂ.247ના ભાવે બંધ થયો હતો. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.15.45 ઘટી રૂ.694.25 અને નિકલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.25.4 ઘટી રૂ.1,435.60 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.179ના ભાવે બંધ થયો હતો. 

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 1,29,092 સોદાઓમાં કુલ રૂ.8,866.19 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.4,955ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,013 અને નીચામાં રૂ.4,847 સુધી જઈ, બંને સત્રનાં અંતે 1 બેરલદીઠ રૂ.84 ઘટી રૂ.4,872 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.1 વધી રૂ.286.40 બંધ થયો હતો. 

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 3,190 સોદાઓમાં રૂ.419.35 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,490ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1490 અને નીચામાં રૂ.1474 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.11.50 વધી રૂ.1,487.50 બંધ થયો હતો. આ સામે રબર ઓગસ્ટ વાયદો 100 કિલોદીઠ રૂ.18,094ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.18,390 અને નીચામાં રૂ.18,065 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.231 વધી રૂ.18,343ના ભાવે બંધ થયો હતો.

- text

સીપીઓ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,166.60ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1181.50 અને નીચામાં રૂ.1159 સુધી જઈ, બંને સત્રનાં અંતે રૂ.1.80 ઘટી રૂ.1178.20 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.60 વધી રૂ.927.20 અને કોટન ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.270 ઘટી રૂ.26,350 બંધ થયો હતો. 

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 28,378 સોદાઓમાં રૂ.3,795.65 કરોડનાં 8,035.474 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 1,23,087 સોદાઓમાં કુલ રૂ.4,061.92 કરોડનાં 643.619 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.429.88 કરોડનાં 20,800 ટન, જસતના વાયદાઓમાં રૂ.597.42 કરોડનાં 24,145 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.3,570.81 કરોડનાં 50,737.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,810.88 કરોડનાં 12,556.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.257.36 કરોડનાં 14,405 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 35,507 સોદાઓમાં રૂ.3,002.28 કરોડનાં 60,73,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 93,585 સોદાઓમાં રૂ.5,863.91 કરોડનાં 20,51,83,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 30 સોદાઓમાં રૂ.1.19 કરોડનાં 160 ટન અને કોટનના વાયદાઓમાં 979 સોદાઓમાં રૂ.81.47 કરોડનાં 30675 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 210 સોદાઓમાં રૂ.8.43 કરોડનાં 90.72 ટન, રબરના વાયદાઓમાં 51 સોદાઓમાં રૂ.1.19 કરોડનાં 65 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,920 સોદાઓમાં રૂ.327.07 કરોડનાં 28,370 ટનનાં કામકાજ થયાં હતાં. 

ઓપન ઈન્ટરેસ્ટ બંને સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,154.536 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 737.270 ટન, એલ્યુમિનિયમમાં 11,685 ટન, જસત વાયદામાં 8,175 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 16,692.500 ટન, નિકલ વાયદામાં 2,959.500 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,035 ટન, ક્રૂડ તેલમાં 6,60,600 બેરલ અને નેચરલ ગેસમાં 1,62,97,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 196 ટન, કોટનમાં 81200 ગાંસડી, મેન્થા તેલમાં 445.68 ટન, રબરમાં 159 ટન, સીપીઓમાં 85,660 ટનના સ્તરે રહ્યો હતો. 

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 4,045 સોદાઓમાં રૂ.330 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,686 સોદાઓમાં રૂ.127.02 કરોડનાં 1,793 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 2,359 સોદાઓમાં રૂ.202.98 કરોડનાં 2,621 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ બંને સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,304 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,034 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓગસ્ટ વાયદો 14,242ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,255 અને નીચામાં 14,098ના સ્તરને સ્પર્શી, 157 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 78 પોઈન્ટ ઘટી 14,131ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,656ના સ્તરે ખૂલી, 368 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 226 પોઈન્ટ ઘટી 15,372ના સ્તરે પહોંચ્યો હતો. 

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 48,694 સોદાઓમાં રૂ.3,778.39 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.344.43 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.273.60 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,155.46 કરોડનાં કામકાજ થયાં હતાં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text