ટંકારાના જબલપુર ગામે ખેડૂત તાલીમ યોજાઈ

- text


વરસાદ ખેંચાતા દવા ખાતરના વિવેકપૂર્ણ ઉપયોગ અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને ક્રિભકો દ્વારા માહિતી અપાઈ

મોરબી : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને ક્રિભકો દ્વારા ટંકારાના જબલપુર ગામે સહકારી મંડળીના સહકારથી ખેડૂત તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. આ તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. જીવાણીએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃતિ વિશે ખેડૂતને માહિતગાર કર્યા હતા.

કૃષિ વૈજ્ઞાનિક ડી.એ.સરડવા દ્વારા હાલની પરિસ્થિતિમાં એટલે કે વરસાદની ખેંચ તેમજ રોગ જીવાતનો ઉપદ્રવ પણ વધુ હોય તેવા સંજોગોમાં દવા અને ખાતરનો વિવેક પૂર્વક કઈ રીતે ઉપયોગ કરવો તેમજ પિયત પાણીનો કઈ રીતે કરકસર ભર્યો ઉપયોગ કરવો તે અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.

- text

ક્રિભકોના એરીયા મેનેજરશ્રી વસોયાએ ખેડૂતોને જૈવિક ખાતરનો ખેતી પાકોમાં ઉપયોગિતા વિશે સમજણ આપી અને આ તાલીમની આભાર વિધિ ક્રિભકોના પ્રતિનિધિ રાબડીયાએ કરી હતી. આ તાલીમમાં ટંકારા તાલુકાના જબલપુર ગામ તેમજ આસપાસના ગામના ખેડૂતોએ રસપૂર્વક ભાગ લઈ ખેતી અંગેના વિવિધ પાસાઓ અંગે માહિતગાર થયા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text