ટંકારાના ધ્રોલીયા ગામનાં સરપંચ ‘આપ’માં જોડાયા

- text


ટંકારા  : મોરબીમાં જિલ્લામાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ટંકારા તાલુકાના ધ્રોલીયા ગામનાં સરપંચ ‘આપ’માં જોડાઈ જતા આમ આદમી પાર્ટી દ્વારા આવકારવામાં આવ્યા હતા.

ટંકારા તાલુકાનાં ધ્રોલીયા ગામનાં સરપંચ વસંતભાઈ મલાભાઈ પાલરીયા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. વસંતભાઈ પાલરીયાનું સ્વાગત કરવા માટે આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ યોગેશભાઈ રંગપડીયા તેમજ ટંકારા તાલુકા પ્રમુખ નરોતમભાઈ ગોસરા, જિલ્લા ઉપપ્રમુખ સંજયભાઈ ભટાસણા ઉપરંત જિલ્લા મંત્રી પ્રાણજીવનભાઈ મસોતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમને આવકાર્યા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text