સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં મોરબીમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહના હસ્તે ધ્વજવંદન

- text


રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે 

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ધ્વજવંદન સમારોહ યોજાશે

મોરબી : રાષ્ટ્રના સ્વાતંત્ર્ય પર્વ-૧૫મી ઓગસ્ટ-૨૦૨૧ની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરાશે. ૧૫મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જૂનાગઢ ખાતે, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ ખાતે, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પંચમહાલ ખાતે તથા મોરબી જિલ્લા કક્ષાની ઉજવણીમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ધ્વજવંદન કરાશે.

સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની અને જિલ્લા કક્ષાની ઉજવણી માટે આજે સરકાર દ્વારા મંત્રીઓ અને મહાનુભાવોના નામ નક્કી કરાયા છે જે અન્વયે કેબિનેટ મંત્રી
1. આર.સી.ફળદુ- કચ્છ
2. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા-સુરત
3. કૌશિકભાઇ પટેલ-સાબરકાંઠા
4. સૌરભભાઇ પટેલ-રાજકોટ
5. ગણપસિંહ વસાવા-દાહોદ
6. જયેશભાઇ રાદડીયા- ભાવનગર
7. દિલીપકુમાર ઠાકોર- ભરૂચ
8. ઇશ્વરભાઇ પરમાર- ગાંધીનગર
9. કુંવરજીભાઇ બાવળીયા- મહેસાણા
10. જવાહર ચાવડા- જામનગરમાં ધ્વજ વંદન કરાવશે.

- text

જ્યારે રાજ્યમંત્રીઓમાં
11. પ્રદિપસિંહ જાડેજા- વડોદરા
12. બચુભાઇ ખાબડ- ખેડા
13. જયદ્રથસિંહજી પરમાર- સુરેન્દ્રનગર
14. ઇશ્વરસિંહ પટેલ- અમરેલી
15. વાસણભાઇ આહિર- બનાસકાંઠા
16. વિભાવરીબેન દવે- અમદાવાદ
17. રમણલાલ પાટકર – નવસારી
18. કિશોરભાઇ કાનાણી- છોટાઉદેપુર
19. યોગેશભાઈ પટેલ- આણંદ અને
20. ધર્મેન્દ્રસિંહ જાડેજા- મોરબી ખાતે ધ્વજ વંદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત ડાંગ, પાટણ, પોરબંદર, નર્મદા, તાપી, બોટાદ, દેવભૂમિદ્વારકા, ગિરસોમનાથ, અરવલ્લી અને મહિસાગર ખાતે સંબંધિત જિલ્લાના જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજ વંદન સમારોહ યોજાશે એમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયુ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text