રેલવેની આડેધડ કામગીરીથી રોડને નુકશાન થતા ભારે રોષ

- text


અનેક રજુઆત છતાં પગલાં ન લેવાતા વવાણીયા-મોટા દહીંસરા રોડને મોટાપાયે નુકસાન

માળીયા : માળીયા તાલુકાના વવાણિયા ગામથી મોટા દહીંસર ગામની વચ્ચે રેલવે લાઈન પાસે રોડની સાઈડમાં રેલવે તંત્ર દ્વારા આડેધડ જૅસીબીથી ખોદકામ થતી હોવાથી રોડને નુકશાન પહોંચ્યું હોવાની ફરિયાદ સાથે જાગૃત નાગરિકોએ સંબધિત તંત્રને અનેક વખત રજુઆત કરી હતી. આમ છતાં રેલવે તંત્ર દ્વારા આડેધડ જૅસીબીથી ખોદકામ કરતા નવો નકોર ડામર રોડ તૂટી ગયો છે અને રોડને મોટાપાયે નુકશાન થતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

માળીયા તાલુકાના વવાણીયાથી મોટા દહીંસરાને જોડતો ડામર રોડની સાઈડમાં રેલ્વે દ્વારા જૅસીબીથી આડેધડ ખોદકામની કામગીરી કરવામાં આવી રહી છે. આ જૅસીબીથી આડેધડ ખોદકામની કામગીરીથી નવા બનેલા રોડને ખુબજ ભારે નુકશન થયું છે. આથી સ્થાનિક જાગૃત નાગરિકોએ આ બાબતે ડી.ડી.ઓ તથા રોડ એન્ડ બિલ્ડીંગના એન્જિનિયર તથા અન્ય લાગુ પડતા વિભાગને વિડિઓ તથા ફોટોસ તથા ટેલિફોનિક રજુઆત કરી હતી. પણ અનેક રજુઆત કરવા છતાં પણ કોઈપણ કાર્યવાહી કરાઈ નથી.

- text

તેમજ આ બાબતને હજુ પણ દોહરાવવામાં આવી રહી છે અને રોડને તોડવાની કામગીરી ચાલી રહી છે. તેથી તંત્ર ભરનીંદરમાં હોય તેમ આ આડેધડ કામગીરી ચાલુ રાખતા રોડ તૂટી ગયો છે. જેથી ગામલોકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે. આથી સંબધિત તંત્ર જવાબદારો સામે યીગ્ય કાર્યવાહી કરી રોડને થયેલા નુકસાનની.પણ યોગ્ય કર્યાવહી કરે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text