ટંકારા ખાતે સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતિથિ નિમિત્તે ગુરુવારે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

- text


ટંકારા : ટંકારાના સરદાર લેવાઉ પાટીદાર સમાજ દ્વારા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની પુણ્યતિથિ નિમિત્તે ગુરુવારે રાજકોટ-મોરબી હાઇવે પર ટંકારા નજીક સરદાર લેઉવા પાટીદાર સમાજ શૈક્ષણિક સંકુલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ટંકારાના સરદાર લેવાઉ પાટીદાર સમાજ દ્વારા આયોજિત મોરબી જિલ્લા સહકારી પરિવાર તથા સર્વ જ્ઞાતિના સહયોગથી ગુજરાત રાજ્યના ખેડૂત અગ્રણી સોરઠના સિંહ અને જેમને છોટે સરદારનું બિરુદ મળેલ છે એવા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ આગામી તારીખ 29ને ગુરુવારે સવારે 8:00થી બપોરના 1:00 વાગ્યા સુધી સરદાર લેવાઉ પાટીદાર સમાજ શૈક્ષણિક સંકુલ ખાતે રાખેલ છે. આ મહા રક્તદાન કેમ્પમાં ગુજરાતના યુવા કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા તેમજ માર્કેટિંગ યાર્ડ મોરબીના ચેરમેન ભવાનભાઈ ભાગીયા ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રેરિત કરશે.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં દાતાઓ દ્વારા રક્તદાતાઓને ગિફ્ટ આપવામાં આવશે. તેમજ સન્માનપત્રથી સન્માનિત કરવામાં આવશે. અત્યાર સુધીમાં આ બ્લડ ડોનેશન કેમ્પમાં 550થી વધુ રક્તદાતાઓ રજિસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. મોરબીની સંસ્કાર બ્લડ બેન્ક તેમજ રાજકોટની રોટરી બ્લડ બેન્ક રક્તદાતા આપેલ રક્તને પ્રોસેસિંગ માટે લઈ જશે. તેમજ તેઓ દ્વારા રક્તદાતાઓને તેમજ તેઓના કોઈપણ સગાસંબધીઓને જરૂર જણાય ત્યારે વ્યાજબી ભાવે જે પણ પ્રોસેસિંગ ફી થાય છે તે જ લઈ અને રક્ત આપશે તેવું બ્લડ બેંકના ટ્રસ્ટીએ જણાવેલ છે.

- text

આયોજકો દ્વારા દરેક સમાજના નાગરિકોને યાદીમાં અપીલ કરવામાં આવેલ છે કે જેઓ જનતાને સરકાર હોય કે અન્ય કોઈપણ હોય તેમની સામે લડત કરી અને યોગ્ય ન્યાય અપાવેલ છે તેવા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાને ઋણ ચૂકવવાનો અવસર ન ભૂલવો જોઈએ. આથી, મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાઈ અને કિંમતી રક્ત આપી કોઈક માણસની જિંદગી બચાવી.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text