આવતીકાલે કિશોરીઓને ‘માસિક સમયનું વ્યવસ્થાપન’ અંગે સમજ અપાશે

- text


મોરબી : આઈ.સી.ડી.એસ મહિલા અને બાળ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા આંગણવાડી કેન્દ્રના લાભાર્થી બાળકો, સગર્ભા, ધાત્રી, તથા કિશોરીઓને ઘરે બેઠા વિવિધ વિષયો પર માર્ગદર્શન મળી રહે તે માટે ડીજીટલ માધ્યમથી “ઉંબરે આંગણવાડી” દ્વારા સેટકોમ કાર્યકમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં તા.૨૭/૦૭/૨૦૨૧ ના બપોરે ૦૨:૦૦ થી ૦૨:૩૦ કલાક દરમિયાન કિશોરીઓ માટે “મને ગર્વ છે કે હું મોટી થઇ રહી છું-સ્વચ્છતા અને માસિક સમયનુ વ્યવસ્થાપન” વિષય પર સેટકોમ કાર્યકમનું આયોજન કરવામાં આવેલ છે

આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ વિવિધ ડીજીટલ પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવશે. જેમાં “વંદે ગુજરાત ચેનલ નં-૧” પર તથા WCDGUJARAT ફેસબુક પેજ પર નિહાળી શકાશે. જે કિશોરીઓ આ પ્રોગ્રામનું જીવંત પ્રસારણ જોવા ચુકી ગયેલ હોય તેઓ @WCDGUJARAT ની યુ-ટ્યુબ ચેનલ પરથી આ કાર્યક્રમ નિહાળી શકશે. આ કાર્યક્રમમાં પુછાયેલા પ્રશ્નોના જવાબ મો. નં. ૬૩૫૯૯૨૩૫૯૨ પર અવશ્ય મોકલવાના રહેશે. તથા ૨૭/૦૭/૨૦૨૧ ના રોજ ચોથા મંગળવાર નિમિતે પૂર્ણા દિવસ અંતર્ગત તમામ આંગણવાડી કેન્દ્ર પર “પોષ્ટિક સલાડ હરીફાઈ”નું આયોજન કરવામાં આવશે. જેમાં કિશોરીઓએ ઘરેજ રહીને પોષ્ટિક સલાડ બનાવવાનું રહેશે અને બેસ્ટ પોષ્ટિક સલાડ બનાવેલ કિશોરીને પ્રથમ, દ્રિતિય અને તૃતીય નંબર આપીને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે.

- text

આમ આ સેટકોમ કાર્યક્રમ તેમજ પોષ્ટિક સલાડ હરીફાઈમાં મોરબી જિલ્લાની ૧૧ થી ૧૮ વર્ષની શાળાએ જતી તથા શાળાએ ના જતી તમામ SAG તથા PURNA યોજનાનો લાભ લેતી કિશોરીઓને હરીફાઈમાં ભાગ લેવા તથા સેટકોમ કાર્યક્રમ અચૂક નિહાળવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કોમલબેન ઠાકર તથા ડીસ્ટ્રીક્ટ કન્સલ્ટન્ટ (પૂર્ણાયોજના) મયુરભાઈ સોલંકી આઈ.સી.ડી.એસ. શાખા જિલ્લા પંચાયત મોરબી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text