MCX ડેઈલી રિપોર્ટ : સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિ, ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો 

- text


બુલડેક્સ ફ્યુચર્સમાં 67 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 126 પોઈન્ટની મૂવમેન્ટ

કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,43,626 સોદાઓમાં કુલ રૂ.11,947.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 67 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓગસ્ટ વાયદામાં 126 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. 

કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 69,983 સોદાઓમાં કુલ રૂ.4,141.71 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,647ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,784 અને નીચામાં રૂ.47,580 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.160 વધી રૂ.47,694ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.112 વધી રૂ.38,187 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.59 વધી રૂ.4,763ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,615ના ભાવે ખૂલી, રૂ.155 વધી રૂ.47,676ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,156 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,583 અને નીચામાં રૂ.67,042 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.501 વધી રૂ.67,525 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.436 વધી રૂ.67,697 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.429 વધી રૂ.67,698 બોલાઈ રહ્યો હતો. 

બિનલોહ ધાતુઓમાં 15,540 સોદાઓમાં રૂ.2,797.92 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.25 વધી રૂ.198.65 અને જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.40 વધી રૂ.249ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.7.65 વધી રૂ.768.30 અને નિકલ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.12.9 વધી રૂ.1,492.20 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.40 વધી રૂ.177ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. 

એનર્જી સેગમેન્ટમાં 39,887 સોદાઓમાં કુલ રૂ.2,885.25 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,343ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,355 અને નીચામાં રૂ.5,268 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.24 ઘટી રૂ.5,345 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.50 વધી રૂ.307.50 બોલાઈ રહ્યો હતો. 

કૃષિ કોમોડિટીઝમાં 3,672 સોદાઓમાં રૂ.503.01 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,407ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1407 અને નીચામાં રૂ.1383.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.12.50 ઘટી રૂ.1,394.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.17,480ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,480 અને નીચામાં રૂ.16,800 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.483 ઘટી રૂ.16,953ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,121.40ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1149.50 અને નીચામાં રૂ.1120 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.21.10 વધી રૂ.1144.90 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.10.20 ઘટી રૂ.929.90 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.150 ઘટી રૂ.26,470 બોલાઈ રહ્યો હતો. 

- text

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 27,864 સોદાઓમાં રૂ.2,395.16 કરોડનાં 5,018.093 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 42,119 સોદાઓમાં કુલ રૂ.1,746.55 કરોડનાં 258.752 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.150.89 કરોડનાં 7,540 ટન, જસતના વાયદાઓમાં રૂ.371.59 કરોડનાં 15,290 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,412.76 કરોડનાં 18,6800 ટન, નિકલના વાયદાઓમાં રૂ.711.55 કરોડનાં 4,8450 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.151.13 કરોડનાં 8,505 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 12,175 સોદાઓમાં રૂ.1,140.12 કરોડનાં 21,43,800 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 27,712 સોદાઓમાં રૂ.1,745.13 કરોડનાં 5,76,16,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 16 સોદાઓમાં રૂ.0.45 કરોડનાં 64 ટન અને કોટનના વાયદાઓમાં 886 સોદાઓમાં રૂ.100.01 કરોડનાં 37350 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 554 સોદાઓમાં રૂ.20.05 કરોડનાં 214.2 ટન, રબરના વાયદાઓમાં 39 સોદાઓમાં રૂ.0.86 કરોડનાં 51 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,177 સોદાઓમાં રૂ.381.64 કરોડનાં 33,710 ટનનાં કામકાજ થયાં હતાં. 

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,591.308 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 590.062 ટન, એલ્યુમિનિયમમાં 11,755 ટન, જસત વાયદામાં 12,610 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,6300 ટન, નિકલ વાયદામાં 4,7520 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 7,325 ટન, ક્રૂડ તેલમાં 6,08,900 બેરલ અને નેચરલ ગેસમાં 2,96,13,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 152 ટન, કોટનમાં 160650 ગાંસડી, મેન્થા તેલમાં 550.08 ટન, રબરમાં 81 ટન, સીપીઓમાં 84,730 ટનના સ્તરે રહ્યો હતો. 

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,764 સોદાઓમાં રૂ.149.68 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,127 સોદાઓમાં રૂ.95.66 કરોડનાં 1,312 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 637 સોદાઓમાં રૂ.54.02 કરોડનાં 685 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,764 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,417 લોટ્સના સ્તરે રહ્યો હતો.

બુલડેક્સ જુલાઈ વાયદો 14,540ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,606 અને નીચામાં 14,539ના સ્તરને સ્પર્શી, 67 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 67 પોઈન્ટ વધી 14,590ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓગસ્ટ વાયદો 15,700ના સ્તરે ખૂલી, 126 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 71 પોઈન્ટ વધી 15,782ના સ્તરે પહોંચ્યો હતો. 

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 12,780 સોદાઓમાં રૂ.1,469.74 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.584.68 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.29.78 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.854.33 કરોડનાં કામકાજ થયાં હતાં.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text