પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રવિવારે મોરબીમાં : જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક

- text


કારોબારીમાં મોરબી જિલ્લાના નવા કાર્યકારી પ્રમુખને આવકારવામાં આવશે

મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં આગામી તા.25 ને રવિવારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવેલ છે. આ બેઠકમાં નવા કાર્યકારી પ્રમુખને આવકારવામાં આવશે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ભાઈ ચાવડા આગામી તા.25 ને રવિવારે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે અને તેમની ખાસ ઉપસ્થિત વચ્ચે મોરબી જિલ્લા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક યોજાશે. ઉપરાંત મોંઘવારી, રાજ્ય અને દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપશે.

પ્રસંગ હોલ, જીઆઈડીસી, સંસ્કાર ધામ ઇમેજીંગ સેન્ટર સામે યોજાનાર આ કારોબારીમાં મોરબી જિલ્લાના ધારાસભ્યો તેમજ પ્રદેશ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેવાના હોય તો આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોંગ્રેસના તમામ આગેવાનો, હોદેદારો-કાર્યકર્તાઓ, જિલ્લાની તમામ પાંખોના હોદેદારો-કાર્યકર્તાઓ તેમજ તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાના ચુંટાયેલ સભ્યઓ, હારેલા ઉમેદવારો સર્વને આ બેઠકમાં અચૂક હાજર રહેવા જણાવાયું છે.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબી ખાતે યોજાનાર આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા વરાયેલ કાર્યકારી પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલને આવકારવા, અભિનંદન આપવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હોય તમામ અગ્રણી, હોદેદારો અને કાર્યકરોએ હાજર રહેવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની યાદીમાં જણાવાયું છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text