મોરબીમાં સામાન્ય વરસાદમાં પણ માર્ગો ઉપર ગાબડા : અકસ્માતનું જોખમ

- text


પ્રદેશ કોંગ્રેસ સમિતિની સોશ્યલ મીડિયા ટીમ દ્વારા રજુઆત

તાત્કાલિક ધોરણે માર્ગો ઉપરના ખાડાઓનું યોગ્ય રીતે બુરાણ કરવાની માંગ

મોરબી : મોરબીમાં હજુ સામાન્ય વરસાદ જ પડ્યો છે. ત્યાંજ જાહેર માર્ગોએ જવાબ દઈ દીધો છે. મોરબી શહેરના ઘણા માર્ગો ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ માર્ગો ઉપર ઠેરઠેર મસમોટા ગાબડા પડ્યા છે. હજુ વરસાદની સિઝન બાકી છે. ત્યાંજ રોડની પથારી ફરી ગઈ છે ત્યારે ભારે વરસાદમાં રોડની કેવી હાલત કેવી થશે તેની કલ્પના કરતાંય ધ્રુજી ઉઠાય છે. ત્યારે તાત્કાલિક ધોરણે માર્ગો ઉપરના ખાડાઓનું યોગ્ય રીતે બુરાણ કરવાની માંગ ઉઠી છે.

પ્રદેશ કોંગ્રેસ સમિતિની સોશ્યલ મીડિયાની મોરબી ટીમ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી કે, મોરબી શહેરમાં પ્રિમોન્સૂન કામગીરીમાં તંત્રએ ઉદાસીનતા દાખવી હોવાથી વરસાદી પાણીના નિકલના અભાવની ગંભીર સમસ્યા સામે આવી છે. વરસાદી પાણી ભરાવવાથી ઠેરઠેર ઘણા માર્ગો ઉપર ખાડા પડી ગયા છે. જેથી લોકોને બીસ્માર રસ્તાઓ ઉપર વાહન ચલાવવામાં ભારે હાડમારી ભોગવવી પડે છે. રોડ ઉપર ઠેરઠેર ખાડા તેમજ કાદવ-કીચડને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રોડ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય લોકોની કમ્મર તોડી નાખે એમ છે.

- text

મોરબી પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સોશ્યલ મીડિયા વિભાગ દ્વારા મોરબી તેમજ મોરબી જિલ્લા અને તાલુકામાં વરસાદ પછી કે પહેલા રોડ અને રસ્તા પર પડેલા મસમોટા ગાબડા પુરવા અને રસ્તાની કામગીરી વધુ સારી રીતે થાય એ માટે આજે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા તેમજ તાલુકા વિકાસ અધિકારી ગોહિલને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ તકે મોરબી પ્રદેશ કોંગ્રેસના સોશ્યલ મીડીયા ડિપાર્ટમેન્ટના ગૌતમભાઈ મોરડીયા, ભાવેશભાઈ લાડોલા, ચિરાગભાઈ ચૌહાણ, મનોપાલભાઈ ભાસ્કર, તંગચન, રીબીશ ડેનિયલ, હિરેનભાઈ પનારાએ હાજર રહી લોકોને પડતી હાલાકીને ધ્યાને લઈને તંત્ર વહેલીતકે માર્ગો ઉપરના ખાડાઓનું યોગ્ય રીતે બુરાણ કરે તેવી માંગ ઉઠાવી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text