માળીયાના સાગર ખેડુત, અગરીયાઓના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવો : કલેક્ટરને આવેદન

- text


એક મહિનામાં સમસ્યાઓ અંગે સંતોષકારક કામગીરી કરવામાં નહી આવે તો રસ્તાઓ બ્લોક કરી અચોકકસ મુદત સુધી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના નાનાભેલા ગામના પત્રકાર કાસમ હાજીભાઈ સુમરા દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માળિયાના સાગર ખેડુત, અગરીયાઓના વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવા અને ઉગ્ર આંદોલન કરવા બાબતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.

આ આવેદન પત્રમાં જણાવાયું છે કે માળીયા મીયાણા તાલુકાના નવલખી બંદરથી ઘાંટીલા રણ સુધીના દરીયાઈ કિનારા પર થયેલા ગેરકાયદેસર પેશકદમી દુર કરી સાગર ખેડુતો અને અગરીયાઓના નીચે મુજબના પ્રશ્નોનું તાત્કાલીકના ધોરણે નિરાકરણ લાવવા અ૨જ છે.

1. ન્યુ નવલખી જુમાવડી, લવણપુર જેવા વિસ્તારોને ગ્રામ પંચાયતનો દરજજો અથવા ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવો.

2. નવલખીથી ઘાંટીલા દરીયાઈ પાણી ગામડામાં ન આવે તે માટે બનાવેલ દરીયાઈ માટીના પારા (સરક્ષણ દિવાલ) તોડીને મીઠાના ગેર કાયદેસર અગરો ઉભા કરવામાં આવ્યા છે. જેનાથી વાવાઝોડા કે પુર જેવી પરિસ્થિતિ વખતે દરયાઈ પાણી ગામડાઓમાં તારાજી સર્જી શકે છે અને આવનાર સમયમાં મોટી ઘટનાનું તથા માનવ જીવનના અસ્તિત્વ પર ખતરો મંડાઈ રહયો છે તો આવી દરીયાઈ સંરક્ષણ દિવાલ તાત્કાલીકના ધોરણે સર્વે કરી ફરીથી માટી બુરાણ ક૨વું, ગેરકાયદેસર સરકારી મિલકતને નુકશાન કરનાર અને ગેરકાયદેસર કબજો સરકારી જમીન પર કરનાર ઈસમો સામે ગ્રેન્ડ લેબિંગ કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે.

3. નવલખીથી ઘાંટીલા સુધીના દરીયાઈ પટી પર આવેલા ગામડાઓના લોકોને રોજી રોટી, દશ એકર જમીનની માંગણીઓ હોય તેમણે પ્રથમ પ્રાથમીકતાના ધોરણે દશ એકર જમીન ફાળવવામાં આવે અને હજારો એકર જમીનની ગેરકાયદેસર મંડળી રચી મોટી કંપની કે ઉદ્યોગકારોની માંગણીને આવી જમીનો જે તે ગ્રામ પંચાયતના અભિપ્રાયો વગર આવી જમીનો ફાળવવામાં ન આવે.

4. છેલ્લા નેવું વર્ષથી વવાણીયા કાસમપીર ની જગ્યાએ રહેતા સાગર ખેડુતોને આવાસ લાઈટ અને પાણીની પુરી સવલતો આપવામાં આવે અને બગસરા ગામે વાહનોમાંથી મીઠું ૨સ્તાઓ પર વેચવામાં આવે છે. જેથી ફળદ્રુપ જમીનોની ગુણવતાને નુકશાન પહોંચે છે તો મીઠા ઉધોગના વાહનોને અન્ય માર્ગ ફાળળવા.

5. હંજીયાસરથી ઘાંટીલા રણ કાંઠામાં હજારો સાગર ખડુતો સરકારી મચ્છીમારી માટેના લાઈસન્સ ધરાવે છે અને 1975-’76ના સમય દરમ્યાન રાજકોટ જીલ્લા કલેકટરના ઠરાવ અનુસાર આ વિસ્તાર માછીમારી માટે ફાળવવામાં આવેલ હોય. હંજીયાસરથી જતી દરીયાઈ કિક મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો દ્વારા ગેરકાયદેસર પેશકદમી કરીને દરયાઈ કિક બંધ કરીને માટીના મસમોટા ગેરકાયદેસર પારા ખડકી દેવામાં આવ્યા છે. આ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.

- text

6. નવલખીથી ઘાંટીલા સુધી આવા અનેક દેશ એકરથી હજારો એકર આવા મીઠા ઉદ્યોગના અગરો સાથે જોડાયેલા લોકો દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી લીધો છે. જે તે ગામડાના લોકોએ પોતાની રોજી-રોટી માટે અરજીઓ કરી હોય છતાં આવા કબજાઓ છોડાવવા કે જે તે ખાતાકીય જેવા કે ફોરેસ્ટ વિભાગ ઘુડખર વિભાગ નકસા વિભાગ કે અન્ય લાગતા-વળગતા સરકારી વિભાગો દારા કોઈ આજ દિવસ સુધી રીસર્વે કરવામાં નથી આવ્યો. આવા રીસર્વે તાત્કાલીકના ધોરણે કરીને આવા ગેરકાયદેસર કબજાઓ ધરાવનાર વ્યકિતઓ કે કંપનીઓ પર લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.

વખતોવખત વ્યકિતઓ કે સંગઠનો કે ગ્રામ્ય વિસ્તારની ઉપરોકત બાબતે રજુઆતો હોવા છતાં આજ દિવસ સુધી હજુ કોઈ નકકર પગલા ભરવામાં નથી આવ્યા. જે અનુસંધાને હવે 30 દિવસમાં ઉપરોકત પ્રશ્નોનું નિરાકરણ નહી આવે કે સંતોષકારક કામગીરી કરવામાં નહી આવે તો નવલખીથી ઘાંટીલા ગામ સુધીના તમામ ગામના લોકોને સાથે રાખી માળીયા કચ્છ, માળીયા જામનગ૨, માળીયા રાજકોટ, માળીયા અમદાવાદ, નવલખી મોરબી જેવા હાઈવે પર અચોકકસ મુદત સુધી પરીવાર, ઢોરઢાંખર અને હોળીઓ લઈને હાઈવે પર વસવાટ કરવાની ફરજ પડશે અને તે તમામ રસ્તાઓ બ્લોક કરી વિરોધ અચોકકસ મુદત સુધી દર્શાવવામાં આવશે અને ઉપવાસ આંદોલન તથા ગામડે–ગામડે જઈને ઉગ્ર વિરોધ કરવાની ફરજ પડશે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text