દેશી દારૂની મીની ફેકટરી ઝડપાઈ : છની ધરપકડ

- text


હળવદના જુના શીરોઈ ગામ પાછળ બ્રામણી નદીના કાંઠે બાવળની કાટામા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસે તવાઈ ઉતારી

હળવદ : હળવદના જુના શીરોઈ ગામ પાછળ બ્રામણી નદીના કાંઠે બાવળની કાટામા સરકારી ખરાબામાં ધમધમતી દેશી દારૂની મીની ફેકટરી ઉપર પોલીસે તવાઈ ઉતારી હતી અને પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડી છ જેટલા શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે બે શખ્સો ફરાર થઈ ગયા હતા.

હળવદ પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે જુના શીરોઈ ગામ પાછળ બ્રામણી નદીના કાંઠે બાવળની કાટમા સરકારી ખરાબાની જગ્યામા ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડ્યો હતો. પોલીસ આ સ્થળેથી રેઇડ દરમ્યાન ગરમ આથો આશરે લીટર-૬૦૦ કિ.રૂ.૧૨૦૦ તથા ઠંડો આથો આશરે લીટર ૫૦૦૦ કિ.રૂ.૧૦૦૦૦ તથા દેશી દારૂ આશરે લિટર ૪૩૦ કિ.રૂ ૮૬૦૦ તથા અખાધ્ય ગોળના ડબ્બા નંગ. ૨૦ જે કિલો ગ્રામ ૪૦૦ કિ.રૂ ૪૦૦૦ તથા ભઠીના સાધનો એલ્યુમીનીયમનુ બકડીયા નંગ-૬ કી.રૂ.૩૦૦ તથા પાટલી નળી સાથે નંગ ૬ તથા ગેસના બાટલા નંગ ૧૫ કિ.રૂ ૧૫૦૦૦ તથા ગેસના ચુલા રેગ્યુલેટર નળી સાથે નંગ ૦૬ કિ.રૂ ૧૨૦૦ તથા હિરો મેઈસ્ટ્રો મો.સા નંબરા પ્લેટ વગરનુ કિ.રૂ ૨૦,૦૦૦ મળી કુલ કિ.રૂ ૬૦,૩૦૦ ના મુદામાલ ઝડપી લીધો હતો.

- text

પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આરોપીઓ એભલભાઈ બચુભાઈ પંચાસરા, ઘનશ્યામભાઈ બચુભાઈ શીપરા, રુખડભાઈ રમેશભાઈ ઉપસરીયા, અનીલભાઈ જીવણભાઈ વડેસા, જીણાભાઈ કાંતીભાઈ ધામેચા, સમરતભાઈ રાયસંગભાઈ ધામેચાને ઝડપી લીધા હતા. જ્યારે અન્ય બે આરોપીઓ રમણીક ઉર્ફે બુધીયો કાળૂભાઈ શીપરા,ભોપાભાઈ ચંદુભાઈ ખાંભડીયા ફરાર થઈ ગયા હતા. પોલીસે આ તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text