માનસીક બીમારીથી કંટાળી આધેડનો આપઘાત

- text


હળવદ : હળવદ તાલુકાના મેરૂપર ગામમાં માનસીક બીમારીથી કંટાળી આધેડે આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

મેરૂપર ગામમાં જીતુભાઇની વાડીમાં રહેતા 55 વર્ષીય અરવિંદભાઇ કનુભાઇ તડવી (મૂળ રહે. પીપળીયા, તા. બોડેલી, જી. છોટા ઉદેપુર) માનસીક રીતે બીમાર રહેતા હતા. જેથી, બીમારીના કારણે કંટાળી જઇને તેમણે ગત તા. 11ના રોજ બપોરના અરસામાં પોતાની જાતે જંતુ મારવાની દવા પી લીધી હતી. આથી, હળવદની સરકારી હોસ્પિટલમાં પ્રથમ સારવાર બાદ વધુ સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પીટલમા લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું. આ બનાવની ગઇકાલે હળવદ પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text