મોરબી જિલ્લામાં માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ 8 સામે કાર્યવાહી

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે 24 કલાક દરમિયાન કોવિડ જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ ભંગ કરતા 8 લોકો પોલીસની ઝપટે ચઢી ગયા હતા. જ્યારે જિલ્લામાં એકમાત્ર ટંકારામાં આરટીપીસીઆર રિપોર્ટ ધંધો કરવા અંગે એક જ ગુન્હો નોંધાયો હતો.

મોરબી જિલ્લામાં કોરોનાની વિદાય વચ્ચે રાજ્ય સરકારે કેટલાક નિયંત્રણો ઉઠાવી લેતા કોવિડ જાહેરનામા કેસ ઘટ્યા છે. રાત્રી કફર્યુ ભંગ અને દુકાન બંધ કરવાની સમય મર્યાદાનો છેદ ઉડી જતા હવે કોવિડ જાહેરનામા ભંગના કેસ ઉતરોતર ઘટ્યા છે. ગઈકાલે મોરબીમાં વેપારના સ્થળે માસ્ક પહેર્યા વગર વધુ ભીડ એકઠી કરી ધંધો કરીને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક ધંધાર્થી, નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 2 રીક્ષાચાલક, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 2 વ્યક્તિ, માળીયામાં વેપારના સ્થળે માસ્ક પહેર્યા વગર વધુ ભીડ એકઠી કરી ધંધો કરીને માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા કટલેરીની દુકાનના માલિક, માસ્ક તથા સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક રીક્ષાચાલક અને ટંકારામાં કોવિડ ટેસ્ટ અને વેકસીન લીધા વગર ધંધો કરવા અંગે એક રીક્ષાચાલક સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text