MCX ડેઈલી રિપોર્ટ : ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.5,953 કરોડનું રેકોર્ડ ટર્નઓવર

- text


સોનાના વાયદાના ભાવમાં રૂ.166 અને ચાંદીમાં રૂ.287ની વૃદ્ધિઃ ક્રૂડ તેલમાં ઘટાડોઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા વધ્યાઃ કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં સુધારોઃ રબરમાં નરમાઈ

બુલડેક્સ ફ્યુચર્સમાં 52 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 76 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,21,139 સોદાઓમાં કુલ રૂ.11,352.71 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 52 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 76 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. 

દરમિયાન, એમસીએક્સ પર 13 જુલાઈને મંગળવારે ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.5,953.63 કરોડનું રેકોર્ડ ટર્નઓવર નોંધાયું હતું, જે આ અગાઉના 6 જુલાઈના રૂ.5,304.97 કરોડના ઉચ્ચતમ ટર્નઓવરને વટાવી ગયું હતું. આ રેકોર્ડ ટર્નઓવર કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટમાં સહભાગીઓના વધતા રસને દર્શાવે છે.

બુધવારે પ્રથમ સત્ર સુધીમાં એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 41,406 સોદાઓમાં કુલ રૂ.3,216.43 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,982ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,090 અને નીચામાં રૂ.47,930 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.166 વધી રૂ.48,055ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.106 વધી રૂ.38,419 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.4,744ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,954ના ભાવે ખૂલી, રૂ.137 વધી રૂ.48,024ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,096 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,418 અને નીચામાં રૂ.69,012 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.287 વધી રૂ.69,368 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.245 વધી રૂ.69,496 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.232 વધી રૂ.69,490 બોલાઈ રહ્યો હતો. 

એનર્જી સેગમેન્ટમાં 40,875 સોદાઓમાં કુલ રૂ.3,260 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,618 અને નીચામાં રૂ.5,524 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.39 ઘટી રૂ.5,570 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.90 વધી રૂ.276.10 બોલાઈ રહ્યો હતો. 

કૃષિ કોમોડિટીઝમાં 3,295 સોદાઓમાં રૂ.400.54 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,294.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1302 અને નીચામાં રૂ.1294.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9 વધી રૂ.1,299 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,860ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,874 અને નીચામાં રૂ.16,780 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.38 ઘટી રૂ.16,811ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,054ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1072.90 અને નીચામાં રૂ.1053.20 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4 વધી રૂ.1063.40 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.40 વધી રૂ.981.30 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.230 વધી રૂ.25,420 બોલાઈ રહ્યો હતો. 

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,690 સોદાઓમાં રૂ.2,022.62 કરોડનાં 4,210.118 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 29,716 સોદાઓમાં કુલ રૂ.1,193.81 કરોડનાં 172.310 ટનના વેપાર થયા હતા.

- text

કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 22 સોદાઓમાં રૂ.0.67 કરોડનાં 104 ટન અને કોટનના વાયદાઓમાં 827 સોદાઓમાં રૂ.87.16 કરોડનાં 34225 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 218 સોદાઓમાં રૂ.8.86 કરોડનાં 90 ટન, રબરના વાયદાઓમાં 29 સોદાઓમાં રૂ.0.54 કરોડનાં 32 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2,199 સોદાઓમાં રૂ.303.31 કરોડનાં 28,650 ટનનાં કામકાજ થયાં હતાં. 

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,331.864 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 486.684 ટન, તેમ જ કપાસમાં 56 ટન, કોટનમાં 178325 ગાંસડી, મેન્થા તેલમાં 403.2 ટન, રબરમાં 116 ટન, સીપીઓમાં 91,310 ટનના સ્તરે રહ્યો હતો. 

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,136 સોદાઓમાં રૂ.92.88 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 607 સોદાઓમાં રૂ.48.93 કરોડનાં 663 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 529 સોદાઓમાં રૂ.43.95 કરોડનાં 576 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,249 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 747 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,752ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,782 અને નીચામાં 14,730ના સ્તરને સ્પર્શી, 52 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 44 પોઈન્ટ વધી 14,778ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,232ના સ્તરે ખૂલી, 76 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 42 પોઈન્ટ ઘટી 15,250ના સ્તરે પહોંચ્યો હતો. 

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 21,886 સોદાઓમાં રૂ.2,187.97 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.194.90 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9.16 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,983.55 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.380 ખૂલી, ઊપરમાં રૂ.450 અને નીચામાં રૂ.370 રહી, અંતે રૂ.80.50 વધી રૂ.431.50 થયો હતો.

જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,531 ખૂલી, ઊપરમાં રૂ.1,600 અને નીચામાં રૂ.1,465.50 રહી, અંતે રૂ.57 વધી રૂ.1,577.50 થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.55 ખૂલી, ઊપરમાં રૂ.70.10 અને નીચામાં રૂ.29.50 રહી, અંતે રૂ.21.60 ઘટી રૂ.46.10 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું જુલાઈ રૂ.47,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.100 ખૂલી, ઊપરમાં રૂ.117 અને નીચામાં રૂ.98 રહી, અંતે રૂ.14.50 ઘટી રૂ.102 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.488 ખૂલી, ઊપરમાં રૂ.512 અને નીચામાં રૂ.457 રહી, અંતે રૂ.34.50 વધી રૂ.492 થયો હતો.

ક્રૂડ તેલ જુલાઈ રૂ.5,600ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.55 ખૂલી, ઊપરમાં રૂ.100 અને નીચામાં રૂ.52 રહી, અંતે રૂ.12.70 વધી રૂ.72.30 થયો હતો.

 


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text