ગત રાત્રીના મોરબી અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ, અન્યત્ર ઝાપટા

- text


મોરબી : મોરબીમાં છેલ્લા બે દિવસથી મેઘસવારી ધીમી ધારે આવી પહોંચી છે અને છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. અસહ્ય બફારા અને ઉકળાટ વચ્ચે ગઈકાલે સોમવારે અષાઢી બીજના પાવન અવસરે રાત્રે બે વખત જોરદાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું અને ગતરાત્રીના 9 થી 11 દરમ્યાન બે વખત વરસાદ પડ્યો હતો.

મોરબી જિલ્લા કંટ્રોલ રૂમમાંથી વરસાદની સત્તાવાર માહિતી મુજબ ગઈકાલ સોમવારે સાંજે 6 વાગ્યાથી આજે મંગળવારે સવારના 6 વાગ્યા સુધીમાં મોરબીમાં 12 મીમી, વાંકાનેરમાં 10 મીમી, ટંકારામાં 6 મીમી વરસાદ પડ્યાનું નોંધાયું હતું. જ્યારે હળવદ અને માળીયા પંથકમાં વરસાદ નોંધાયો ન હતો. એટલે ગતરાત્રે મોરબી અને વાંકાનેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. બાકી અન્યત્ર ત્રણેય તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા.

જો કે, આજે સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધી વરસાદ નોંધાયો ન હતો. અસહ્ય બફારા અને ઉકળાટ તેમજ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજા મન મુકીને વરસી પડે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text