અમારા ઘરે દારૂ કેમ પીવો છો કહેતા જ બેવડો બગડ્યો! મહિલાના હાથ-પગ ભાંગી નાખ્યા

- text


હળવદના કવાડિયા ગામની ઘટનામાં પરણિતા પિયરથી પરત આવતા દારૂડિયા કુટુંબીને ટપારતા બબાલ

હળવદ : હળવદના કવાડીયા ગામે પારકા ઘરમાં બેસી દારૂ ઢીંચી રહેલા કૌટુંબિક શખ્સને પિયરથી પાછી ફરેલ પરણીતાએ અમારા ઘરે દારૂ કેમ પીવો છો? કહેતા જ બેવડો બગડ્યો હતો અને પોતાના પરિવારને બોલાવી લઈ આવી મહિલાને બેફામ માર મારી હાથ-પગ ભાંગી નાખતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ પોલીસ દ્વારા હુમલાનો હુમલાનો ભોગ બનેલ મહિલાની દીકરીની લેખિત ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા રંજનબેન દેવજીભાઈ ચારોલા તેમની ૧૨ વર્ષની દીકરીને લઈ તેઓના પિયર સુખપર ગામે ગયા હતા. જ્યાંથી પોતાના ગામ કવાડીયા ઘરે પરત ફરતાં તેઓ ચોકી ઉઠ્યા હતા. કારણ કે, તેમના ઘરે તેમના જ કુટુંબી સુરેશભાઈ ચારોલા બેઠા બેઠા દારૂ ઢીંચતા હોય. જેથી, રંજનબેને આ શખ્સને અમારા ઘરે કેમ દારૂ પીવો છો? તેમ કહેતા દારૂ ઢીંચી રહેલો શખ્સ બગડ્યો હતો અને પોતાના પરિવારજનોને બોલાવી આવી રંજનબેન પર સામુહિક હુમલો કરી તમામ લોકો તૂટી પડ્યા હતા.

- text

આ હીંચકારા હુમલામાં રંજનબેનના બંને હાથ તેમજ ડાબો પગ ભાંગી ગયા હોય તેમને સારવાર મેળવી હતી. બાદમાં હુમલાનો ભોગ બનનાર રંજનબેનની દીકરી સોનલે હળવદ પોલીસ મથકમાં સુરેશભાઈ અમથુભાઇ ચારોલા, જસુબેન સુરેશભાઈ ચારોલા, લીલાબેન અમથુભાઇ ચારોલા અને અન્ય એક મહિલા સહિત ચાર લોકો સામે લેખિતમાં ફરિયાદ પણ આપી હોવાનું જાણવા મળે છે.

 


ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક..

મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી..
તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ..

#MorbiUpdate

https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw

- text