જાણવા જેવું : મેઘધનુષ કરતાં પણ ચઢિયાતો રંગ વૈભવ ધરાવતું પંખી એટલે નવરંગ!

- text


નવરંગ શરીરે બ્લુ, કાળો, પીળો, લાલ, સફેદ, વાદળી રંગોથી શોભતુ નયનરમ્ય પક્ષી છે

ચોમાસું આવવાની તૈયારી થાય કે ગુજરાતના જંગલોમાં એક ખાસ ટહુકો સંભળાય છે, જે સાંભળતા જ દરેક પક્ષી પ્રેમી સમજી જાય છે કે નવરંગનું આગમન થઈ ચૂકયું છે. તમામ કૃત્રિમ રંગ વૈભવ તેની સામે પાણી ભરે. આવો જ શાનદાર રંગ વૈભવ પ્રકૃતિએ ચોમાસાના છડીદાર જેવા નવરંગ પક્ષીને આપ્યો છે, જે બહુધા મે મહિનાના અંતથી જૂનના અંત સુધી જોવા મળે છે. મેઘધનુષ કરતાં પણ ચઢિયાતો રંગ વૈભવ ધરાવતા આ પક્ષીને ‘નવરંગ’ જેવા સાર્થક નામે ઓળખવામાં આવે છે. નવરંગ શરીરે બ્લુ, કાળો, પીળો, લાલ, સફેદ, વાદળી રંગોથી શોભતુ નયનરમ્ય પક્ષી છે. તેનું અંગ્રેજી નામ ‘Indian Pitta’ છે.

‘ચાતક’ની ગાયકી અને ‘નવરંગ’નો રંગ ગીરની શાન છે. આ પક્ષીના માળાઓ ગીરના મીંઢોળ-મભિન જેવા વૃક્ષોમાં વધુ જોવા મળ્યા છે. એમ કહેવાય છે કે ગીરના જંગલોમાં ચાતક કે નવરંગ દેખાવા લાગે એટલે વર્ષાનું આગમન નજીકના સમયમાં હોય છે. ગુજરાતમાં ઘણા જંગલોમાં તેનું પ્રજનન સ્થાન છે. જેમ કે સાપુતારાના જંગલો, રતનમહાલના જંગલો, જાંબુઘોડા અભયારણ્ય, ઓરસંગ નદીના જંગલો, પોળોના જંગલો, હિંગોળગઢ અભયારણ્ય તેના જોવા માટેના ઉત્તમ સ્થળો છે.

નવરંગ પક્ષીની ખાસ વાત એ છે કે પહેલા નર પક્ષીઓ જંગલમાં જોવા મળે છે અને પછી સલામત આશ્રય સ્થાન મળતા માદા નવરંગ પક્ષીઓ આવે છે. નર-માદા જોડી બનાવે પછી એક કિલોમીટર જેટલા વિસ્તારમાં વર્તુળાકાર ત્રિજ્યામાં મેઘ માળાની કોલોની બનાવે છે. નર-માદા નવરંગની પ્રણય ઋતુ ચોમાસામાં સીટી જેવા ઉંચા અવાજે માદાને આકર્ષતા નરને બોલતો જોવામાં અનેરો આનંદ મળે છે. નવરંગ પક્ષી સંવનનકાળ પછી માળામાં મુકેલા 2થી 3 ઈંડાને નર-માદા સાથે મળીને ઉછેરે છે અને તેનું રક્ષણ કરે છે. બચ્ચાઓ પૂર્ણ કદના થાય પછી નવરંગ પરત વતન એશિયાઈ દેશો, ભારતીય ઉપખંડના ગાઢ જંગલોમાં જતુ રહે છે.

- text

નવરંગનું કદ આશરે 19 સેન્ટીમીટર હોય છે. પુખ્ત વયના પક્ષીમાં માથાના પાર્શ્વ ભાગમાં આંખની ઉપર થઈને જતી જાડી કાળી પટ્ટી, ગળું અને નેણ શ્વેત, તાલકુના પાર્શ્વ રેતાળ ધારીઓ તથા છાતી અને પડખાં રેતિયા રંગના હોય છે. સ્વરનો પ્રકાર તીક્ષ્ણ સિટી જેવો હોય છે. પહોળા પાંદડાવાળા વૃક્ષોના જંગલોમાં પ્રજનન કરવાનું તે પસંદ કરે છે. વડલા, પીપળી, ઉંબરો જેવા ફળાઉ-પોચા ફળવાળા વૃક્ષોના કિટક-જંતુઓ તેનો મુખ્ય ખોરાક છે. નવરંગ આમ તો ખાસ શરમાળ ના ગણી શકાય. તેનાથી થોડા દૂર હોય તો તે ગભરાઈને ઉડી જતું નથી. સામાન્ય રીતે, તેના રંગ-રૂપ સાથે મેળ ખાતું અન્ય પક્ષી ગુજરાતમાં નથી.


ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક..

મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી..
તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ..

#MorbiUpdate

https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw

- text