મોરબીમાં કોલસાની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ નિષ્ફળ : રૂ. 3.24 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

- text


મોરબી એ ડિવિઝન પોલીસે કોલસા ભરેલા ટ્રકને અટકવતા ડ્રાઇવર-ક્લીનર ફરાર
પોલીસે દારૂ, કોલસા ભરેલા ટ્રક સહિત કુલ રૂ.13.80 લાખનો મુદામાલ જપ્ત કર્યો

મોરબી : મોરબીમાં ટ્રકમાં કોલસાની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરીના ગોરખધંધાનો પર્દાફાશ થયો છે. જેમાં એ ડિવિઝન પોલીસે વાહન ચેકિંગ દરમિયાન કોલસા ભરેલો ટ્રક અટકવતા ડ્રાઇવર અને ક્લીનર નાસી છૂટ્યા હતા. બાદમાં પોલીસે ટ્રકની તલાસી લેતા કોલસા હેઠળ છુપાવેલો રૂ.3.24 લાખનો ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. આથી, પોલીસે દારૂ, કોલસા ભરેલા ટ્રક સહિત કુલ રૂ.13.80 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર એ ડિવિઝન પોલીસ સ્ટાફ રવાપર ચોકડીથી લીલાપર ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન આર.જે.4 જી.એ.3677 નબરનો કોલસા ભરેલો ટ્રક પસાર થતા પોલીસે એ ટ્રકને અટકાવી ડ્રાઇવર અને ક્લીનર પાસે કાગળો માંગ્યા હતા. આથી ટ્રક રોડની સાઈડમાં ઉભો રાખવાનું કહીને ટ્રકને ત્યાં જ મૂકી ડ્રાઇવર ક્લીનર મુઠીઓ વાળીને ભાગી છૂટ્યા હતા.

- text

એ ડિવિઝન પોલીસે બાદમાં આ ટ્રકને પોલીસ મથકે લાવીને તલાશી લીધી હતી. આથી ટ્રકમાં કોલસાની નીચે છુપાવેલો 1080 ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. કોલસાની આડમાં રૂ.3.24 લાખનો વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે હાલ દારૂ, કોલસા ભરેલા ટ્રક સહિત કુલ રૂ.13.80 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ દારૂ ક્યાંથી ભરીને કોને આપવાનો હતો તે જાણવા મથામણ શરૂ કરી છે.


ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક..

મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી..
તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ..

#MorbiUpdate

https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw

- text