મોરબીમાં મલેરીયા સામે એલાન-એ-જંગ : 10 લાખથી વધુ લોકોના સર્વેમાં એકને જ મલેરીયા

- text


આરોગ્ય વિભાગે જૂન માસ દરમિયાન અધધ 2 લાખથી વધુ ઘરોનો કર્યો સર્વે

મોરબી : દર વર્ષે જુન માસને સરકાર દ્વારા મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ મોરબી જિલ્લામાં મેલેરિયા વિરોધી માસની ઉજવણીમાં મેલેરિયા સામે એલાને જંગ કરી આરોગ્ય વિભાગે 2 લાખથી વધુ ઘરનો સર્વે કરી ૭,૬૯,૫૦૮ મચ્છર ઉત્પતિના સ્થાનો શોધી કાઢી 10 લાખથી વધુ લોકોનો સર્વે કર્યો હતો. જેમાં માત્ર એક જ મેલેરિયાનો કેસ જોવા મળ્યો છે.

મોરબી જિલ્લામાં જીલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવની સુચના મુજબ તથા જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે. એમ. કતીરાના માર્ગદર્શન હેઠળ તથા જીલ્લા મેલેરિયા અધિકારી ડો. સી. એલ. વારેવડીયાના આયોજનના અનુસંધાને જુન માસની ઉજવણીની પ્રવુંતિઓનો શરૂઆતથી જ ધમધમાટ ચાલુ કરી દેવામાં આવ્યો હતો. જેમાં મોરબી જીલ્લામાં પખવાડીક ધોરણે સર્વેલન્સ કરવામાં આવેલ હતું. જુન ૨૦૨૧ માસ દરમ્યાન સર્વેલન્સના બે રાઉન્ડનું આયોજન કરેલ હતું. આ સર્વેલન્સ માટે ૨૨૪ પુરુષ આરોગ્ય કાર્યકર, ૨૨૯ સ્ત્રી આરોગ્ય કાર્યકર, ૮૬૨ આશા બહેનો, ૩૩ મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઈઝરો, ૨ મેલેરિયા ટેકનીકલ સુપરવાઈઝર મળી જીલ્લાના કુલ ૧૩૫૦ કર્મચારીઓ અને આશા બહેનોને આ કામગીરી સોંપેલ હતી.

સર્વેલન્સમાં ૬૭૫ ટીમોની રચના કરેલ હતી. તેમજ અન્ય સુપરવાઈઝર તથા મેડીકલ ઓફિસરો અને જિલ્લાનાં અધિકારીઓને આ કામગીરીનું સુપર વાઈઝન સોપેલ હતું. આ જુન માસ દરમ્યાન જીલ્લાના તમામ ઘરોમાં મેલેરિયા સઘન સર્વેલન્સ તેમજ ઘરની અંદરના ઘર વપરાશના ભરેલા પાણીના પાત્રોમાં એબેટનું દ્રાવણ નાખી મચ્છર ઉત્પતી અટકાવવાની પ્રવુંતિઓ, તેમજ શંકાસ્પદ મેલેરિયા ચિહ્નો ધરાવતા વ્યક્તિઓના લોહીના નમુના લઇ લેબોરેટરી પરીક્ષણ, ઉપરાંત આગામી ચોમાસાને અનુલક્ષીને ઘરની અગાસી કે ફળિયામાં પડેલ જુના કાટમાળ અને નકામી વસ્તુમાં કે જ્યાં પાણી ભરાય તેમ હોય તેમનો યોગ્ય નિકાલ કરવાની કામગીરી ઉપરાંત ગામની આજુબાજુના પાણીના જળાશયોમાં ગપ્પી અને ગંબુશિયા નામની માછલીઓ મુકવાની કામગીરી કરવામાં આવેલ છે.

બહારના નાના મોટા ખાડા, ખાબોચિયામાં બી.ટી.આઈ. દવાનો સ્પ્રેની કામગીરી કરી મચ્છરનો ઉપદ્રવ અટકાવવાની કામગીરી પણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત સર્વેલન્સ દરમ્યાન વ્યક્તિગત મુલાકાતથી મેલેરિયા જનજાગૃતિ કરવામાં આવેલ. ઉપરાંત સાહિત્ય વિતરણ તથા સપ્ત્ધારાની વિવિધ પ્રવુતીઓથી આરોગ્ય શિક્ષણ આપવાની કામગીરી કરવામાં આવેલ છે. આ માસ દરમ્યાન ૨,૦૪,૨૩૩ મકાનોમાં સર્વ કરાયો હતો. જેમાં ૧૦,૨૫,૫૪૩ લોકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી.

- text

તેમજ ૭,૬૯,૫૦૮ મચ્છર ઉત્પતિ સ્થાનોની તપાસ કરી નાશ કરાયો હતો. ૨૨૮૬ ઘરોમાં મચ્છરનાં પોરા જોવા મળેલ હતા. તેમજ ૨૫૭૫ મચ્છરનાં પોરાના પાત્રો જોવા મળતા ૪,૦૫,૮૩૩ પોરાનાશક દવા નાખવામાં આવી હતી અને ૬૯૭૦ મચ્છર ઉત્પતિ સ્થાનોનો નાશ કરાયો હતો. જ્યારે ૩૬૩૪ શંકાસ્પદ તાવના કેસો જોવા મળ્યા હતા તે પેકી એક મેલેરિયાનો પોઝિટિવ કેસ નોંધાયો હતો.


ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઈક..

મોરબીની કંપની ઓરેવા બનાવી રહી છે છેલ્લા 15 વર્ષથી ઇ-બાઇક.. કઈ રીતે બને છે ઇ-બાઇક? અને ઇ-બાઇક વિશેની વિશેષ માહિતી..
તમામ વિગતો માટે Morbi Updateની યૂટ્યૂબ ચેનલમાં અપલોડ કરેલ વિડિઓ જુઓ..

#MorbiUpdate

https://youtube.com/channel/UCngqmj55wuJrWiNg5kyCKGw

- text