પાણી કાપની જેમ રસી કાપ!! આવતીકાલે 35 સ્થળે વેકસીનેશન

- text


સમગ્ર મોરબી જિલ્લા માટે માત્ર 3500 ડોઝ આવ્યા

આજે 43 સ્થળોએ ફૂલ 6393 લોકોનું વેકસીનેશન કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં પાણી કાપની જેમ રસી કાપ મુકાયો હોય તેવી સ્થિતિ વચ્ચે ગઈકાલે સરકાર દ્વારા 6100 ડોઝ ફાળવવામાં આવતા 43 જેટલા સ્થળોએ રસીકરણ શક્ય બન્યું હતું. પરંતુ આજે ફરીથી ડોઝ ઘટાડી દઇ આવતીકાલ માટે 3500 ડોઝ ફાળવવામાં આવતા કાલે મોરબી જિલ્લાના માત્ર 35 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં વેકસીનેશનની કામગીરી સાંભળતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.વિપુલ કારોલિયાના જણાવ્યા મુજબ આજે ગુરુવારે વેકસીનેશન માટે સરકાર દ્વારા અગાઉથી 6100 કોવીશિલ્ડ રસીનો જથ્થો ફાળવી દેવાયો હતો. આથી મોરબી જિલ્લામાં આજે ગુરુવારે 43 જેટલા સ્થળોએ વેકસીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 45 પલ્સમાં 2023 લોકો અને 18 થી 44 વયજુથમાં સરકારી કેન્દ્રોમાં 4290 અને ખાનગીમાં 79 મળીને કુલ 6393 લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જ્યારે આવતીકાલ માટે સરકાર દ્વારા ફરીથી ડોઝ ઘટાડી દેવામાં આવ્યા છે એટલે સ્થળો પણ ઘટી ગયા છે.

- text

આવતીકાલ શુક્રવારે મોરબી જિલ્લામાં વેકસીનેશન માટે 3500 ડોઝ ફાળવવામાં આવ્યો છે એટલે મોરબીના 13, ટંકારાના 4, વાંકાનેરના 9, માળીયાના 3, હળવદના 6 મળી કુલ 35 સ્થળોએ વેકસીનેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આમ હજુ પણ વેકસીનેશનમાં ભરતી-ઓટ જેવી સ્થિતિને કારણે ધાંધિયા થઈ રહ્યા છે. બીજી તરફ છેલ્લા ત્રણ દિવસથી સરકાર દ્વારા કોવેકસીનનો જથ્થો ફળવાયો જ નથી. આથી વેકસીનેશન કામગીરી હજુ યોગ્ય રીતે ન થતા સ્ટોક ખલાસ થઈ જવાથી લોકોને ધરમધક્કા થાય છે.

- text