હળવદથી રણમલપુર વચ્ચેની ફાટકે ઓવરબ્રિજ બનાવવા જિલ્લા પંચાયત પ્રમુખની મુખ્યમંત્રીને રજુઆત

- text


મીઠું પકવતા અગરિયાઓને કાયમી ધોરણે પીવાનું પાણી આપવાની પણ માંગ

મોરબી : હળવદથી રણમલપુર વચ્ચેની રેલવે ફાટકે ઓવરબ્રિજ બનાવવા માટે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુલાલ સિંહોરાએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. આ સાથે તેઓએ મીઠું પકવતા અગરિયાઓને કાયમી ધોરણે પીવાનું પાણી આપવાની પણ માંગ પણ ઉઠાવી છે.

મુખ્યમંત્રીને કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે હળવદથી રણમલપુર જતા રોડ ઉપર 300 મીટરના અંતરે બે રેલવે ફાટક આવેલ છે. આ ફાટક દિવસ દરમિયાન દર 30થી 45 મિનિટના અંતરમાં બંધ કરવામાં આવે છે. જેના કારણે અહીંથી નીકળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. માટે અહીં ઓવરબ્રિજ બનાવવામાં આવે તો વાહનચાલકોને સરળતા રહે.

- text

વધુમાં જિ.પં. પ્રમુખ દ્વારા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને રજુઆત કરાઈ હતી કે મીઠું પકવતા અગરિયાઓને મીઠું પકવવાની સીઝનમાં પાઇપ લાઇન દ્વારા પીવાનું પાણી કાયમી ધોરણે મળી રહે તે માટે રાજ્ય સરકારની જળ જીવન મિશન યોજના અંતર્ગત વર્ષ 2021-2022માં સમાવેશ કરવામાં આવે.

- text