વ્હિસ્કી-વોડકા દારૂ સાથે એક ઝડપાયો

- text


માળીયા : માળીયાના મોટા દહીંસર ગામે આવેલ એક મકાનમાં પોલીસે રેડ પાડી વ્હિસ્કી – વોડકા દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપી સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

માળીયા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે માળીયાના મોટા દહીસરા ગામે મંદિર વાળી શેરીમાં આવેલ એક રહેણાંક મકાનમાં દોરડો પાડ્યો હતો. પોલીસ દોરડા દરમિયાન આ મકાનમાંથી ભારતીય બનાવટના વાઇટલેસ વોડકાની બોટલો નંગ-૮ કિ.રૂ.૨૪૦૦- તેમજ કાઉન્ટી ક્લબ ડીલક્સ વ્હીસ્કીની બોટલો નંગ-૫ કિ.રૂ.૧૫૦૦ મળી કુલ મુદામાલ કિ રૂ.૩૯૦૦ મળી આવ્યો હતો. આથી પોલીસે મકાન માલિકભરતસિંહ બટુકસિંહ (ઉવ-૩૭ રહે.મોટા દહીસરા) ને ઝડપી લીધો હતો. જ્યારે બીજો આરોપી લાખાભાઇ ઉર્ફે લાખામામા (રહે.ફડસર તા-મોરબી) હાજર ન મળી આવતા પોલીસે તેની સામે ગુન્હો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text