હળવદ : મોબાઈલ શોપમાંથી 21 નંગ મોબાઈલની ચોરી

- text


21 જુનના રોજ બનેલા બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી

હળવદ : હળવદ પંથક જાણે રેઢું પડ હોય એમ હમણાંથી ચોરીના બનાવો વધી રહ્યા છે. તસ્કરોએ વધુ એક ચોરીના બનાવને અંજામ આપ્યો છે. જેમાં હળવદની એક મોબાઈલ શોપમાંથી તસ્કરોએ 21 નંગ મોબાઈલની ચોરી કરી ગયાનો બનાવ સામે આવ્યો છે. 21 જુનના રોજ બનેલા બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.

- text

ચોરીના આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના સ્વામીનારાયણ નગર સોસાયટી સરા રોડ ઉપર રહેતા વેપારી કિશોરભાઇ કાનજીભાઇ ચાવડા (ઉ.વ. ૩૨) એ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.21 જુનના રોજ તસ્કરોએ હળવદ મેઇન બજાર ગીની ગેસ્ટ હાઉસ સામે આવેલ ફરિયાદીની જય મોગલ મોબાઇલ નામની દુકાનને નિશાન બનાવી હતી. તસ્કરોએ ફરીયાદીની જય મોગલ નામની મોબાઇલની દુકાન તોડી અંદર પ્રવેશ કરી દુકાનમા રાખેલ મોબાઇલ કુલ મોબાઇલ નંગ-21 કિમત આશરે રૂ.૧૮૯૦૦૦ ના મુદામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.આ બનાવની જાણ થયા બાદ વેપારીએ ચોરાઉ મોબાઇલના બીલો શોધી તેમજ IMEI નંબરની હકિકત મેળવ્યા બાદ આધાર પુરાવા સાથે ગઈકાલે હળવદ પોલીસ મથકે આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ફરિયાદ પરથી હળવદ પોલીસ મથકના પીએસઆઇ આર.સી.રામાનુજ સહિતના સ્ટાફે તસ્કરોનું પગેરું દબાવવા માટે સઘન તપાસ હાથ ધરી છે.

- text