ખરેડા ગામને હરિયાળું બનાવવા રોપાઓનું વિતરણ

- text


એક જ કલાકમાં એક હજાર ફળાઉ અને ઔષધીય રોપાનું વિતરણ કરાયું

મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામ ખાતે મોરબીના મધૂરમ ફાઉન્ડેશન દ્વારા નવરંગ નેચર કલબ અને વનસ્પતિ બીજ બેંકના સહયોગથી રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

‘મારું ગામ, હરિયાળું ગામ’ ઝુંબેશ અંતર્ગત મોરબીના મધૂરમ ફાઉન્ડેશન સૌજન્યથી ગઇકાલે તારીખ ૨૩/૬/૨૦૨૧ના રોજ ખરેડા ખાતે એક હજાર ફળાઉ તથા ઔષધીય રોપાઓનુ નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.ગ્રામજનોમાં અગાઉના સમયમાં કયારેય ન જોવા મળેલ તેવો અતિ ઉત્સાહ જોવા મળેલ હતો. જેથી, આશરે એક કલાકમાં જ એક હજાર રોપાનુ વિતરણ પૂર્ણ થયેલ હતું. લોકોમાં આવેલી જાગૃતિ અભિનંદનને પાત્ર છે.

- text

આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થા તરીકે નવરંગ નેચર કલબ – રાજકોટ (8160639735) તથા વનસ્પતિ બીજ બેંક મોરબીના પ્રાણજીવન કાલરિયા (9426232400) સામેલ રહ્યા હતા. ખરેડા ગામના સરપંચ, આગેવાનો, શિક્ષકગણ, વૃક્ષપ્રેમી યુવાનોએ ખુબ જ ઉત્સાહ બતાવી સરસ આયોજન સાથે કાર્યક્રમને સફળ બનાવેલ છે. હજુ મોરબી જિલ્લાના અન્ય ગામોમાં પણ આવા કાર્યક્રમોનુ આયોજન હાથ ધરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text