હળવદમાં મેઘરાજાનું ગુડ મોર્નિંગ, એક ઈંચ વરસાદ : ટંકારામાં પણ મેઘની પધરામણી

- text


હળવદના રાયસંગપર ગામમાં એક ઈંચ વરસાદમાં જ ઘરમાં પાણી ઘુસ્યા

હળવદ : સોરાષ્ટ્ર કચ્છમાં મેઘરાજાએ ધીમા-ધીમા પગરવ માંડ્યા છે ત્યારે છેલ્લા બે દિવસથી હળવદમાં મેઘરાજાએ મુકામ કર્યો હોય તેવી સ્થિતિમાં આજે સવારે 9થી 11 દરમિયાન મેઘરાજાએ ગુડ મોર્નિંગ કહેવા એકાદ ઈંચ જેટલુ પાણી વરસાવ્યું હતું. સાથે સાથે ટંકારમાં પણ સિઝનનનો પહેલો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. બીજી તરફ હળવદ નજીક રાયસંગપર ગામે પણ જોરદાર વરસાદ વરસતા પાંચથી છ ઘરમાં વરસાદી પાણી ઘુસી ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

હળવદ પંથકમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટ મેચની જેમ પડે ત્યાં ઢગલો હેત વરસાવી રહ્યા છે. બુધવારે ચિત્રોડી ગામે આભ ફાટ્યું હોય તેવો વરસાદ વરસ્યા બાદ આજે સવારે 9 થી 11 વાગ્યા દરમિયાન હળવદ શહેર અને આજુબાજુના ગામમાં એકાદ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેમાં રાયસંગપર ગામે નીચાણવાળા વિસ્તારમાં પાંચથી છ જેટલા મકાનમાં પાણી ઘુસી ગયા હોવાનું બહાર આવ્યું છે.

- text

દરમિયાન ટંકારા તાલુકામાં પણ સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે મોસમનો પ્રથમ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે અને જલ્દીથી વાવણી લાયક વરસાદ વર્ષે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.

- text