હળવદ સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટ ફાળવાયો

- text


કોરોનાની ત્રીજી લહેર સામે લડવા સરકારનું આગોતરૂ આયોજન : ધારાસભ્યની અસરકારક રજૂઆત

હળવદ : હળવદની સિવિલ હોસ્પિટલમાં ઓકિસજનની અછતનો પ્રશ્ન હલ થવાના ઉજળા સંજોગો સામે આવ્યા છે. જેમાં સરકાર દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે આગોતરું આયોજન ઘડીને હળવદની સિવિલ હોસ્પિટલમાં 250 એલ.પી.એમ. ની ક્ષમતા ધરાવતા ઓકિસજન પ્લાન્ટને ફાળવામાં આવ્યો છે. જેનાથી આશરે દરરોજ 50 બોટલ જેટલો ઓકિસજન જનરેટ થઈ શકશે.

હળવદ પંથકમાં કોરોનાની બીજી લહેર દરમિયાન દર્દીઓની વધતી જતી સંખ્યા દરમિયાન આરોગ્ય સુવિધાઓની અનેક ખામીઓ સામે આવી હતી. ખાસ કરીને હળવદની સિવિલ હોસ્પિટલમાં ઓકિસજનની મોટી અછત વર્તાય હતી અને બહારથી ઓક્સિજન મંગાવવો પડતો હોવાથી ઓકિસજન વગર અનેક દર્દીઓની કફોડી હાલત થઈ ગઈ હતી. ત્યારે હવે હળવદમાં કોરોના અંકુશમાં આવી ગયો છે પણ ત્રીજી લહેરનો ખતરો તોળાતો હોવાથી સરકાર અને તંત્ર દ્વારા આગોતરી ઓકિસજનની વ્યવસ્થા કરવામાં આવી છે.

સરકાર દ્વારા હળવદની સિવિલ હોસ્પિટલમાં 250 એલ.પી.એમ. ની ક્ષમતા ધરાવતા ઓકિસજન પ્લાન્ટ ફાળવામાં આવ્યો છે. જેનાથી આશરે દરરોજ 50 બોટલ જેટલો ઓકિસજન જનરેટ થઈ શકશે. તેમ હળવદ સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. કૌશલ પટેલે જણાવ્યું હતું. આથી હળવદની સિવિલમાં હવે ઓકિસજનના અભાવનો પ્રશ્ન નહિ સતાવે. જેથી લોકોએ રાહત અનુભ્યો છે.

- text

ધારાસભ્યના પ્રયત્નો સફળ રહ્યા

ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી કે હળવદ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ફાળવવામાં આવે. જેથી જરૂરીના સમયે ઓક્સિજનની સમસ્યા ન સર્જાય. જેથી કહી શકાય કે ધારાસભ્યની રજૂઆત ધ્યાને લેવામાં આવી હોય તેમ સરકારી હોસ્પિટલમાં 50 બોટલ ઓક્સિજન જનરેટ કરી શકાય તેવો પ્લાન્ટ ફાળવવામાં આવ્યો છે.

- text