ડમ્પર અને ટ્રેઇલર વચ્ચેના અકસ્માતમાં એક ઘાયલ

- text


મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટનામાં ટ્રેઇલરચાલકે ફરિયાદ નોંધાવી

માળીયા (મી.) : માળીયા નજીક મોરબી કચ્છ નેશનલ હાઇવે પર ડમ્પર અને ટ્રેઇલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની હડફેટે ટ્રેઇલરચાલક ઘાયલ થયો હતો. આ બનાવ અંગે ટ્રેઇલરચાલકે ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની માળીયા (મીં.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કમલેશમીણા જગદીશમીણ (ઉવ-૨૬ ધંધો-ટ્રક ડ્રાઇવીંગ રહેવાસી-ગુઢા ચુરાની તા-થાના ગાજીયા જી-અલવર-રાજસ્થાન) એ આરોપી ડમ્પરચાલક અબ્દુલભાઈ કરીમભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા-૧૬ ના રોજ મોરબી કચ્છ નેશનલ હાઇવે પર હીરવા વે બ્રીજ પાસે આરોપીએ પોતાના હવાલા વાળું GJ-12-AU-5644 નંબરનું ડમ્પર પુરઝડપે અને ગફતલભરી રીતે ચલાવી રોડની ગેર કાયદેસર કટમા મીઠાના અગર તરફ અચાનક વાળી લઇ ડમ્પર પાછળનો ઠાઠાનો ભાગ ટ્રેઇલર નંબર RJ-14-GG-1963 વાળાના આગળના ભાગે અથડાવી દઇ ટ્રેઈકરના ડ્રાઇવર ખ્યાલીરામ લક્ષ્મણમીણાને જમણા પગના ભાગે ફેક્ચર તથા કમરના ભાગે ઇજા કરી હતી. આ બનાવની ફરિયાદ પરથી વધુ તપાસ માળીયા મીં. પો.સ્ટે.ના પો.હેઙ.કોન્સ. વી.આર.વઘેરા ચલાવી રહ્યા છે.

- text