લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરનારાને ખૂનની ધમકી

- text


ટંકારાના ગજડી ગામ પાસે બનેલા બનાવમાં ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

ટંકારા : ટંકારાના ગજડી-ઘુનડા (ખા.)ને જોડતા મેઇન રસ્તા ઉપર અગાઉ લેન્ડ ગ્રેબીગ હેઠળ અરજી કર્યાનો ખાર રાખી ચાર શખ્સોએ અરજદાર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે યુવાને ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી પ્રકાશભાઇ કાળુભાઇ ડાંગર (ઉવ.૩૮ ધંધો.ખેતી રહે.ગજડી તા.ટંકારા) એ આરોપીઓ વાસીયાંગભાઇ પુનાભાઇ ડાંગર, ભગવાનભાઇ પુનાભાઇ ડાંગર, પ્રકાશભાઇ પુનાભાઇ ડાંગર, રાયધનભાઇ મેસુરભાઇ સોઢીયા (રહે.બધા ગજડી તા.ટંકારા) ગઈકાલે તા.૧૬ ના રોજ ગજડી ઘુનડા (ખા.) જોડતા મેઇન રસ્તા ઉપર બનેલા આ બનાવમાં ફરીયાદીએ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ હેઠળ અરજી આપેલ હોય જે અન્વયે તપાસમા સાહેદો આવતા ફરીયાદીને સવાલવાળી જગ્યાએ બોલાવતા ત્યાં આરોપીઓએ ફરીયાદી સાથે બોલાચાલી કરી ગાળો આપી તને આઠ દિવસમા જાનથી મારી નાખવો છે તેમ ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે ઇ.પી.કો કલમ ૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી આ બનાવની વધુ તપાસ ટંકારા પો.સ્ટે.ના UHC એન.એચ.છૈયા ચલાવી રહ્યા છે.

- text