ઘુનડા સજનપરમાં ખનીજ ચોરી અટકાવવા DDOને રજૂઆત

- text


ગ્રામપંચાયત દ્વારા ઠરાવ કરી રજુઆત કરાઈ

મોરબી : મોરબી તાલુકાના ઘુનડા (સ.) ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ગામમાં આવેલ ખરાબામાં થતી ખનીજ ચોરી અટકાવવા બાબતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે ખનીજ ચોરી અટકાવવા અંગે પંચાયત દ્વારા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

- text

આ રજૂઆતમાં જણાવાયું છે કે મોરબી તાલુકાના ઘુનડા (સ.) ગામે આવેલ ગામના તળાવની આજુબાજુ આવેલ સર્વે નંબર – 801ના સરકારી ખરાબામાંથી અજાણ્યા સખ્સો દ્વારા ગેરકાયદેસર માટી ઉપાડવામાં આવી રહી છે અને ખનીજચોરી કરવામાં આવી રહી છે. જે માટે જી.સી.બી. તથા અન્ય ખોદાણના સાધનો દ્વારા મોટા ખાડાઓ કરી નાખેલ છે. તેઓ પર્યાવરણ અને કુદરતી સંપતિને નજરની સામે તહેશનહેશ કરી રહ્યા છે. આથી, આ બાબતે તાત્કાલીક સરકારી કાર્યવાહી કરી ખનીજ, માટી ચોરી કરતાં અટકાવવા માંગ કરવામાં આવી છે.

- text