મોરબી : વોડકાની બોટલો સાથે બાઇકચાલક પકડાયો

- text


મોરબી : મોરબી તાલુકામાં પોલીસ દ્વારા લગધીરપુર રોડ પરથી વોડકાની બોટલો સાથે બાઇકચાલકને પકડી પાડવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 10ના રોજ મોરબીમાં લગધીરપુર રોડ પર મેટ્રોસીટી સીરામીક નજીક કાચા રસ્તા પર જીજ્ઞેશભાઇ મનસુખભાઇ મહેમદાવાદી (ઉ.વ. 21) બાઈક રજી.નંબર GJ-3-ED-5695માં આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ મુનવોક ઓરેન્જ વોડકાની 2 બોટલો (કી.રૂ. 600) વેચાણ કરવાના ઇરાદે સાથે જતો હતો. પોલીસે વિદેશી દારૂ અને બાઈક મળી કુલ કિ.રૂ. 10,600નો મુદામાલ જપ્ત કર્યો છે. અને આરોપી જીજ્ઞેશભાઇની અટકાયત કરી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

- text

- text