અચાનક બ્રેક મારતા ટ્રેકટર પરથી નીચે પટકાયેલા યુવાનનું મોત

- text


વાંકાનેરના ચંદ્રપુર ગામ સામે બનેલી ઘટનામાં મૃતકના પિતાએ ટ્રેકટરચાલક સામે નોંધાવી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામ સામે સર્વિસ રોડ પર આવેલ બમ્પ ઉપર પસાર થતી વખતે ટ્રેકટરચાલકે અચાનક જોરદાર બ્રેક મારતા ટ્રેકટરમાં બેઠેલો યુવાન નીચે પટકાતા ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ ટ્રેકટરચાલક સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી બચુભાઇ રામશીભાઇ ધેણોજા (ઉ.વ.૪૮ ધંધો ખેતી રહે વરડુસર તા.વાંકાનેર) એ આરોપી ટ્રેક્ટર નં.GJ-36-L-9576 નો ચાલક હીતેન્દ્ર પ્રવીણભાઇ જાદવ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા.૭ ના રોજ ચંદ્રપુર ગામ સામે આવેલ મોમીનશા બાવાની દરગાહ તરફ જતા સર્વીસ રોડના નાકે આરોપીએ પોતાનું ટ્રેક્ટર પુરઝડપે ગફલતભરી રીતે આગળ પાછળનું ધ્યાન રાખ્યા વગર ચલાવીને બમ્પ આવતા જોરદાર બ્રેક મારતા ટ્રેક્ટરના પંખા ઉપર બેઠેલ ફરીયાદીનો દીકરો ભરત બચુભાઇ ધેણોજા ટ્રેક્ટરમાંથી નીચે પડી જતા માથામાં અંદરના ભાગે ગંભીર ઇજા તેમજ હાથે પગે શરીરે ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text