મુકો લાપસીના આંધણ! ટીટોડીએ અગાસીએ ઈંડા મુક્યા

- text


લોકવાયકા સાચી ઠરે તો ઓણ સાલ વરસાદ ભુક્કા બોલાવશે

મોરબી : વર્ષોથી આપણે ત્યાં લોકવાયકા છે કે ટીટોડી જો ઉંચી જગ્યાએ ઈંડા મૂકે તો સારો વરસાદ થાય. આ લોકવાયકા મુજબ વાંકાનેરમાં મચ્છુનદીના કિનારે વસેલી ભાટિયા સોસાયટીમાં ટીટોડીએ પહેલા માળે ઈંડા મુક્યા છે તે જોતા વાંકાનેર અને મોરબી જિલ્લામાં લાપસીના આંધણ મૂકી શકાય તેવો સારો વરસાદ થવાના અણસાર મળી રહ્યા છે.

સામાન્યતઃ ટીટોડી ચોમાસાના સમયગાળામા જ પ્રજનન કરે છે અને અન્ય પક્ષીઓની જેમ માળો બાંધવાને બદલે પથ્થર ગોઠવી સમતળ જમીન કે ઉંચી સપાટી ઉપર વરસાદી પાણી ન પહોંચે ત્યાં જ માળો બાંધે છે. જેથી, આપણા વડીલો વર્ષોથી ટીટોડીનું ઈંડા મુકવાનું સ્થાન જોઈ કેવો વરસાદ પડશે તેનો વરતારો બંધાતા હોય છે.

- text

ત્યારે ઓણસાલ વાંકાનેરમાં મચ્છુકાંઠે વસેલી ભાટિયા સોસાયટીમાં મકાનના પહેલા મજલે છત ઉપર ઈંડા મુકતા પ્રકૃતિપ્રેમીઓ અને વરસાદની આગાહી કરતા લોકો દ્વારા સારા વરસાદની આશા સેવી રહ્યા છે.

- text