મોરબીમાં RTPCR રિપોર્ટ વગર ધંધો કરતા 6 વેપારીઓ પર તવાઈ

- text


જિલ્લામાં કફર્યુ ભંગ, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ સહિતના જાહેરનામાનો ઉલાળીયો કરનાર 24 સામે કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં આરટીપીસીઆર રિપોર વગર તમામ વેપારીઓને વેપાર કરવાની મનાઈ હોવા છતાં કેટલાક વેપારીઓ આ જાહેરનામાનો ભંગ કરતા જોવા મળતા પોલીસે આવા વેપારીઓ ઉપર તવાઈ ઉતારી હતી. જેમાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરતા 6 વેપારીઓ સામે પોલીસે કાર્યવાહી કરી હતી. ગુરુવારે 24 કલાક દરમિયાન જિલ્લામાં કફર્યુ ભંગ, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ સહિતના જાહેરનામાનો ઉલાળીયો કરનાર 24 સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

- text

મોરબીમાં રાત્રી કફર્યુનો ભંગ કરતા રીક્ષા ચાલક સહિત 4 લોકો, આરટીપીસીઆર રિપોર્ટ વગર અને માસ્ક વગેર દુકાને બેડીને વેપાર કરતા બટેટાની લારી, ફ્રૂટની લારી, બેકરીની દુકાન, જનરલ સ્ટોરની દુકાન એમ મળીને ચાર વેપારીઓ, 50 ટકા કરતા વધુ કર્મચારીઓ કામે રાખી માસ્ક વગર વેપાર કરતા કપડાંની દુકાનના માલિક, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 1, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ચાર રીક્ષાચાલકો, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો બેસાડીને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 5 રીક્ષાચાલકો, એક પાથરણાવાળો, ટંકારામાં નિયમ કરતા વધુ મુસાફરો બેસાડીને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ત્રણ રીક્ષાચાલકો, હળવદમાં જાહેરનામા ભંગ બદલ ફ્રૂટની લારી, રીક્ષાચાલક તેમજ માળીયા (મી.)માં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા શાકભાજીની દુકાનના માલિક, આરટીપીસીઆર રિપોર્ટ વગર અને માસ્ક વગેર દુકાને બેસીને વેપાર કરતા કટલેરીના દુકાનદાર સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text